ચૈત્ર મહિનામાં લીમડાનું સેવન કરવાની સલાહ શાસ્ત્રોમાં આપી છે, જે ખૂબ વૈજ્ઞાનિક in છે. આપણા ત્યાં ચૈત્ર મહિનામાં લીમડાનું પાણી પીવાનો કે લીમડાના ફૂલનો વપરાશ કરવાનો રિવાજ છે. જેના દ્વારા આપણું આરોગ્ય બારેમાસ જળવાઈ રહે છે. આમ સમગ્ર વર્ષ આરોગ્યમય પસાર કરવા કડવા લીમડાના મીઠા ગુણ જાણવા આવશ્યક છે. આપણા ઋષિમુનિઓ દિમાગથી વૈજ્ઞાનિક અને દિલથી સંત હતા. જેથી સમગ્ર સમાજના કલ્યાણ માટે તેમણે પોતાના વૈજ્ઞાનિક જ્ઞાનનો નિચોડ શાસ્ત્રોના માધ્યમથી આપણા સુધી પહોંચાડ્યો છે. તેઓ જાણતા હતા કે કઇ ઋતુમાં કયા વૃક્ષ વધુ ઉપયોગી છે. બદલાતી ઋતુના પ્રકોપથી બચવા કુદરતે આપણને અનેક વૃક્ષો આપ્યા છે. ગરમીથી બચવા લીમડો, આંબો, ગુલમોહોર, બીલીવૃક્ષ, કેસૂડો વગેરે વધુ ફાયદાકારક છે જે ગરમીને શોષવાનું કાર્ય કરે છે.ચૈત્ર મહિનાથી સામાન્ય રીતે કાળઝાળ ગરમીના દિવસો શરૂ થતા હોય છે અને લીમડો જીવતું-જાગતું એરકંડીશનર છે. લીમડા પર પડતી ગરમી (સૂર્યતાપ) તે મોટા પ્રમાણમાં શોષી લે છે અને તેના દ્વારા પોતાના ફળ પકવે છે એટલે તો વધુ ગરમીના દિવસોમાં જ લીમડા પર ફૂલ કે મહોર આવે છે. જેમાંથી લીમડાના ફળ તૈયાર થાય છે. લીમડો મહત્તમ ગરમીને શોષી લે છે એટલે તો તેના સાનિધ્યમાં આવતા જ પશુપક્ષી કે માણસો ઠંડક અનુભવે છે. મનુષ્યએ શોધેલું એરકન્ડિશનર તો વીજળી સમસ્યા તેમજ ગ્લોબલ વોર્મિંગ સર્જે છે. કેમકે એક રૂમને ઠંડો કરવા તે સમગ્ર વાતાવરણને ગરમ કરે છે. એસી ગરમીનું માત્ર સ્થળાંતર કરે છે. તમારા રૂમમાંથી ગરમીને બહાર ફેંકે છે પરંતુ પર્યાવરણને વધુ ગરમ કરે છે. જ્યારે લીમડો (ઈશ્વરનું બનાવેલું એસી) ગરમીનું પરિવર્તન કરી સમગ્ર વાતાવરણને ઠંડક આપે છે. ભારતના આવા પચાસ હજાર લીમડા મક્કા-મદીના જતા આરાફતના મેદાનમાં ઉગાડવામાં આવ્યા છે. જે હજયાત્રીઓને રણની ભયંકર ગરમીમાં ઠંડક પ્રદાન કરે છે. હવે તો યુરોપ અને અમેરિકા જેવા દેશો પણ આપણા લીમડા તરફ આકર્ષાયા છે. કેમકે તે માત્ર ઠંડક જ આપે છે એટલું નહીં પરંતુ જંતુનાશક તરીકે ઉપયોગી છે. વળી અનેક રોગોની દવા બનાવવામાં પણ અત્યંત ઉપયોગી છે, એવું સંશોધનો દ્વારા સાબિત થયું છે. અમેરિકાના એક વૈજ્ઞાનિકે તો આપણા લીમડાને ‘મેડિસિન ટ્રી ઓફ ઇન્ડિયા’ તરીકે ગણાવ્યો છે. વળી લીમડો એરપ્યોરિફાયર એટલે કે હવાના શુદ્ધિકરણમાં પણ ખુબ ઉપયોગી છે. આપણા કરતાં પશુ-પક્ષીઓ વધુ સમજદાર છે. કાગડો, કોયલ વગેરેને કાળા રંગને કારણે ગરમી વધારે થાય જેથી તેઓ તેમનો માળો લીમડાના ઝાડ પર બાંધે છે. એટલે તો સંસ્કૃતમાં લીમડાના ઝાડને ‘કાકફળ’ એટલે જેનું ફળ કાગડાને પ્રિય છે તેવું વૃક્ષ કહ્યું છે. તે જ રીતે ગરમ પ્રદેશનું પ્રાણી ઊંટ લીમડાના પાનને હોંશે-હોંશે ખાય છે. જે તેના શરીરને ઠંડક આપે છે. વળી આપણા શાસ્ત્રોમાં જણાવ્યું છે કે લીમડાના પાકા પાન કરતાં કુણા પાન વધુ ઠંડક આપે છે અને કુણા પાન કરતાં પણ વધુ ઠંડક તેના ફુલ આપે છે. જેથી ચૈત્ર મહિનામાં લીમડાનું સેવન કરી ઠંડક મેળવવા ઉપરાંત અનેક રોગોથી બચી શકાય છે. ગરમીની ઋતુમાં શરીરના દર્દો જેવા કે પિત્તપ્રકોપ, તાવ, પેટની ગડબડી, અજીર્ણ, ચામડીના રોગો, ઓરી-અછબડા, શીતળા વગેરે અનેક રોગોમાં લીમડો અતિ ઉપયોગી છે. લીમડાનું દાતણ દાંત માટે ઉત્તમ છે. લીમડાના પાન પાણીમાં નાંખી સ્નાન કરવાથી ઠંડક મળે છે. ચામડીના રોગો દૂર થાય છે. લીમડાના કુણા પાન અને ફૂલનું સેવન આંખની અને પેટની ગરમી દૂર કરે છે. લીમડાના પાનનું તોરણ બાંધીને પણ લાભ મેળવી શકાય છે. ટૂંકમાં દરેક વાચકમિત્રોને એરકન્ડિશનરનો ઉપયોગ ઘટાડી ગ્લોબલ વોર્મિંગ ઘટાડવા તેમજ વીજળીની બચત કરવા સાથે કુદરતી નીમ કન્ડીશનર વાપરવાની સલાહ છે. જે વ્યક્તિ, કુટુંબ, સમાજ અને સમગ્ર સમાજને સ્વસ્થ બનાવશે.
Related Posts
શ્રી કામખ્યા માં ના શ્રીમુખ દર્શન.15 વર્ષમાં માત્ર એક વાર જોવા મળે છે.
શ્રી કામખ્યા મા ના શ્રીમુખ 15 વર્ષ માં માત્ર એક વાર જોવા મળે છે. માતાનો ચહેરો હંમેશા ફૂલોથી coveredંકાયેલો હોય…
ગાંધીનગર LRDmale આંદોલનના પગલે સચિવાલય ગેટ પર સુરક્ષા વધારાઈ ચ રોડ પરના ગેટ બંધ રાખવામાં આવ્યા.. અત્યાર સુધી 10 કરતા વધુ લોકોની કરાઈ અટકાયત.. મહિલાઓની જેમ પુરુષોની પણ સંખ્યા વધારવા માંગ
ગાંધીનગર LRDmale આંદોલનના પગલે સચિવાલય ગેટ પર સુરક્ષા વધારાઈ ચ રોડ પરના ગેટ બંધ રાખવામાં આવ્યા.. અત્યાર સુધી 10 કરતા…
વન વિભાગ દ્વારા જામજોધપુર પંથકમાં ટ્રેકીંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જીએનએ જામનગર : જામનગર જિલ્લામાં પ્રકૃતિ પ્રેમીઓ અને યુવા વર્ગમાં…