રાજપીપળા જિલ્લા જેલ ખાતે બંદીવાનોને સાક્ષર કરવાના અભિયાન અંતર્ગત પરીક્ષા યોજાઇ.
50 માર્ક્સની પાયાના જ્ઞાનની એક પરીક્ષા લેવાય.
આજીવન કેદની સજા ભોગવતા શિક્ષિત બંદીવાનો દ્વારા અપાતું શિક્ષણ.
રાજપીપળા, તા.12
રાજપીપળા જિલ્લા જિલ્લા અધિક્ષકે એલ. એમ બારમેરાના માર્ગદર્શન હેઠળ રાજપીપળા જિલ્લા જેલ ખાતે નિરીક્ષરો બંદીવાનોને સાક્ષર કરવાના અભ્યાન રૂપે સાક્ષરતા અભિયાન શરૂ કરવામાં આવેલ છે જેમાં 25 બંદીવાનોને ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ અભિયાનને એક માસનો સમય થતા નિરીક્ષક બંદિવાનોની તા.10/1/21ના રોજ 50 માર્ક્સની પાયાના જ્ઞાનની લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.બંદિવાનો એ પાયાનું જ્ઞાન મેળવી આશિક વાંચન અને સહી કરતા શીખી ગયા હોવાનું જણાવ્યું હતું.
બંદીવાનોમા અભ્યાસ પ્રત્યે રૂચિ કેળવાય અને સમાજમાં જઈ સારા પુસ્તકોનું વાંચન કરી સારા સંસ્કાર અને જ્ઞાનનું સિંચન થાય અને તે માટે બંદીવાનોને પ્રોત્સાહિત કરવા રાજપીપળા જિલ્લા જેલના અધિક્ષક એલ.એમ બારમેરા દ્વારા પ્રમાણપત્ર નું વિતરણ કરવામાં આવશે.તેમ જણાવ્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે આ સાક્ષરતા અભિયાનની સફળતા માટે જિલ્લા જેલમાં રહેનારા આજીવન કેદની સજા ભોગવતા શિક્ષિત બંદીવાન દ્વારાશિક્ષણ આપવામાં આવ્યું હતું.જેમાં ઘણા બંદીવાનોને વાંચતા લખતા શીખી ગયા હતા.
રિપોર્ટ : જયોતિ જગતાપ,રાજપીપળા