નર્મદા જિલ્લાના 400 આરોગ્ય કર્મચારીઓની રસીકરણ પહેલા આજથી અચોક્કસ મુદ્દતની હડતાલ.
રાજપીપળા ખાતે આરોગ્ય કર્મચારીઓ અને નર્મદા કલેકટર,ડીડીઓ અને આરોગ્ય અધિકારી ને એક આવેદનપત્ર સુપ્રત કર્યું.
તમામ આરોગ્ય કર્મચારીઓ રસી લેશે પણ નહિ કે આ વખતે પણ નહીં તેવું સંઘ દ્વારા એલાન.
કોરોના રસી, બર્ડ ફલૂના સમયે જ આરોગ્ય વિભાગની હડતાલથી સરકાર હરકતમાં.
રાજપીપળા, તા.12
નર્મદા જિલ્લાના ૪૦૦ જેટલા આરોગ્ય કર્મચારીઓ રસીકરણ પહેલા જ આજથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી જતા આરોગ્ય સેવાઓ ખોરવાઇ જતા તંત્ર હરકતમાં આવી ગયું હતું. ગુજરાત રાજ્યના આરોગ્ય કર્મચારી મહાસંઘ ના આદેશ અનુસાર તેમની માગણીઓ સરકારે વિકારી ન હોવાથી નર્મદા ના તમામ આરોગ્ય કર્મચારીઓ કોરોના રસી લેશે પણ નહીં કે આપશે પણ નહીં તેવું એલાન કરતા તંત્ર હરકતમાં આવી ગયું હતું.
આં અંગે નર્મદાના આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ મિતેશ ભટ્ટે જણાવ્યું હતું કે પંચાયત સેવા હેઠળના આરોગ્ય કર્મચારીઓએ તા.12મી જાન્યુઆરીથી અચોક્કસ મુદતની હડતાલ પર જવાનું એલાન કર્યું છે. આજે રાજયના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિ સાથેની બેઠકમાં પ્રશ્નોના ઉકેલ નહીં આવતાં આ એલાન ગુજરાત રાજય આરોગ્ય મહાસંઘ દ્વારા જારી કરવામાં આવ્યું છે. રાજ્યના કર્મચારીઓના પ્રશ્નો ઉપરાંત નર્મદાના મેલ અને ફીમેલ હેલ્થ ના કર્મચારીઓના પાંચ વર્ષે જુના કર્મચારીઓના કાયમી ઓર્ડર છેલ્લા ચાર મહિનાથી થયા નથી જે આપવાની માંગ છે
એક તરફ કોરોના મહામારી સામે ચાલતી લડતને સફળ બનાવવા માટે આગામી તા.16મી જાન્યુઆરી થી રસીકરણ શરૂ થવાનું છે અને બર્ડ ફલૂની બિમારીએ દેખા દીધી છે.તેવા સમયે આરોગ્ય વિભાગના કર્મચારીઓની હડતાલના એલાનથી સરકાર હરકતમાં આવી ગઇ છે. મોડીરાત સુધીમાં સંઘ સાથે બેઠક યોજીને હડતાલને ડામવામાં આવે તેવી શક્યતાઓ છે. જો કે આ આંદોલનના ભાગરૂપે આરોગ્ય કર્મચારી ઓ રસી લેશે નહીં અને આપશે પણ નહીં તેવી જાહેરાત કરવામાં આવી છે.
આ અંગે આજે રાજપીપળાખાતે આરોગ્ય કર્મચારીઓ એ નર્મદા કલેકટર,ડીડીઓ અને આરોગ્ય અધિકારી ને એક આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.આજે આરોગ્ય વિભાગના લેબ.ટેકનિશિયન મેલ અને ફીમેલ હેલ્થ વર્કર ફાર્મસી અને સ્ટાફ સહિતના આરોગ્ય કર્મચારીઓ એ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પોતાના રિપોર્ટ સુપરત કર્યા હતા.
રિપોર્ટ :જયોતિ જગતાપ,રાજપીપળા