રાજપીપળા કોવીડ 19 આઈસોલેશન હોસ્પિટલના સફાઈ કર્મચારીઓએ કોવીડ કલેકટરને આવેદનપત્ર આપ્યું.
ધરણા પ્રદર્શન ની પણ ચીમકી
રાજપીપળા તા 23
રાજપીપળા કોવીડ 19 આઈસોલેશન હોસ્પિટલના સફાઈ કર્મચારીઓએ કોવીડ કલેકટરને આવેદનપત્ર આપ્યુંછે
જેમાં જણાવ્યું કે અમે સૌ સફાઇ કામદારોને તા. 23 /3 /20 થી કોવીડ 19 ઇસોલેશન હોસ્પિટલમાં નોકરીમા લીધા હતા.અમો સૌએ અમારા જીવનની ચિંતા કર્યા વગર અને અમારા પરિવારની ચિંતા કર્યા વગર સતત કોરોનાં મહામારીમાં ફરજ બજાવતા હતા.
સિવિલ સર્જન ડો. જ્યોતિબેન ગુપ્તા,આર.એમ.ઓ મનોહર.એલ માજીગામકર,બી.કે.પટેલ અને ટોપીયા સરેએવી માહિતી આપી હતી,કે તમે લોકો આવી મહામારીમાં નોકરી કરો છો. તો કોવીડ હોસ્પિટલ બંધ થઈ જશે,તો પણ સિવિલ હોસ્પિટલ કે આરોગ્ય શાખામાં કોઇ પણ જગ્યા તમને સેટ કરી આપીશું.અને સીડીએમઓ અને આર.એમ.ઓ અને સિવીલ સર્જનના કહેવાથી કોવીદ પોઝિટિવ દર્દીઓને અંતિમ ક્રિયા કરેલ છે. પરંતુ અમને કોઈ પણ જાણ કર્યા વગર નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવ્યા છે. તેથી અમારા પ્રશ્નોને અગ્રિમતા આપવાઅને સત્વરે ફરજ પર લેવા ની માંગ કરી હતી. જોકે
યોગ્ય કાર્યવાહીના થાય તો અમે કોવીડ 19 આઇસોલેશનના કમ્પાઉન્ડ માધરણા પર બેસવાની ચીમકી પણ આપી હતી.
તેમણે વધુ મા જણાવ્યુ હતું કે કોવીડ 19 આંઇસોલેશન ગુજરાત રાજ્યમાં કોઈપણ સફાઇ કામદારોને બંધ કરવામાં આવ્યા નથી.પરંતુ આપના નર્મદા જિલ્લાના સફાઈ કામદારો બંને બંધ કરવાની પહેલ થઈ છે.જેથ આ બાબતે તાત્કાલિક નિર્ણય કરવા રજૂઆત કરી છે.
તસ્વીર : જ્યોતિ જગતાપ, રાજપીપળા