રાજપીપલા સંતોષ ચોકડી નજીક જાહેરમાં મારાં મારી કરતા એક ની ધરપકડ, એક ફરાર

રાજપીપલા સંતોષ ચોકડી નજીકજાહેરમાં મારાં મારી કરતા એક ની ધરપકડ, એક ફરાર
રાજપીપલા, તા 13

રાજપીપલા સંતોષ ચોકડી નજીક જાહેરમાં મારામારી કરી લોકોની શાંતિ નો ભંગ કરતા આ ગુનામાં રાજપીપલા પોલીસે એક ની ધરપકડ કરી છે. જયારે એક ફરારથઈ જતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

જેમાં પીએસઆઇ આઇ.આર.દેસાઇ રાજપીપલા એ જાતે ફરીયાદી બનીને આરોપીઓ
(૧) યોગેશભાઇ ભરતભાઇ વસાવા (રહે- ટેકરાફળીયા રાજપીપલા તા-નાંદોદ) તથા (૨) સંજયભાઇ જોગી
રહે-રાજપીપલા તા.નાંદોદ સામે ફરિયાદ નોંધી છે.

ફરિયાદ ની વિગત અનુસાર આરોપી (૧) યોગેશભાઇ ભરતભાઇ વસાવા તથા બીજાઇસમ સંજયભાઇ જોગીએ રાજપીપલા સંતોષ ચોકડી નજીક જાહેર જગ્યાએ અન્ય લોકોની શાંતિમાં ખલેલ પહોચે તે રીતે જાહેરમાં
એકબીજાના સાથે મારામારી કરી બખેડો કરતા એક ઇસમ પકડાયેલ ગયેલ અને બીજો ઇસમ નાસી જતા તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપલા