રાજપીપળા સિવિલ હોસ્પિટલના 100 કોન્ટ્રાકટ કર્મચારીઓ પગાર મુદ્દે હડતાળ પર ઉતર્યા

રાજપીપળા સિવિલ હોસ્પિટલના
100 કોન્ટ્રાકટ કર્મચારીઓ પગાર મુદ્દે
હડતાળ પર ઉતર્યા

હોસ્પિટલ નીકામગીરી ખોરવાઇ

દર્દીઓ ને હાલાકી

રાજપીપળા, તા 8

છેલ્લા બે મહિનાથી
રાજપીપળા સિવિલ હોસ્પિટલના
100જેટલા કોન્ટ્રાકટ કર્મચારીઓને પગાર.ના મળતા આ તમામ કર્મચારીઓ આજથી
હડતાળ પર ઉતરતારાજપીપળા સિવિલ હોસ્પિટલ ની
કામગીરી પર વિપરીતઅસર પડી હતી. આ અંગેહોસ્પિટલ નાં કર્મચારીઓએ આર એમઓ તથાએજન્સી નાં કોન્ટ્રાકટરોને રજૂઆત કરવા છતા મ્હોફાડ મોંઘવારીમા આ કોરોના વોરિયર્સ ને પગાર વિના વલખાં મારવાનો આવતા આજથી રાજપીપળા સિવિલ હોસ્પિટલના
100 કોન્ટ્રાકટ કર્મચારીઓ પગાર મુદ્દે
હડતાળ પર ઉતરી જતાદર્દી ઓની હાલત કફોડી થવા પામી હતી. આ કર્મચારીઓને ઓછુ વેતન આપી પગાર મુદ્દે શોષણ કરાતું હોવાની અને છૂટા કરવાની ધમકી આપતા આજે આ કર્મચારીઓ રોષે ભરાયાહતા. અને આ કર્મચારીઓહડતાળ પર ઉતરી જઈ આ અંગે કલેકટરને પણ આવેદન આપી રજૂઆત કરતા કલેક્ટરે બે દિવસમા પગાર કરવાની ખાત્રી આપી હતી

તસવીર: જયોતિ જગતાપરાજપીપળા