*અમદાવાદ ખાતે મલ્ટી સ્પેશિયાલિટી ગ્લોબલ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરતા કેન્દ્રીય મંત્રી અમિતભાઇ શાહ*
અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ ખાતે સિંધુભવન રોડ પર મલ્ટી સ્પેશિયાલિટીની તમામ સુવિધાઓથી સજ્જ ગ્લોબલ હોસ્પિટલનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે ઉદ્ઘાટન કર્યું હતું. જ્યાં ડૉ.જગદીશ પટેલ સહિત 10 નિપુર્ણ ડોક્ટર સહિત અન્ય ડોક્ટર્સ સેવા આપશે. આ પ્રસંગે જગન્નાથ મંદિરના મહંતશ્રી સહિત જૈન મહારાજશ્રી ગણ ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ગ્લોબલ હોસ્પિટલમાં ડૉ.જગદીશ પટેલ સહિત 10 તજજ્ઞ ડૉકટરો સેવા આપશે એટલું જ નહીં પરંતુ અહીં નાગરિકોને મલ્ટી સ્પેશિયાટીની તમામ સુવિધાઓ મળી રહેશે જેથી શહેરવાસીઓને પણ આરોગ્યને લગતી સમસ્યાઓની સારવાર મળી રહેશે. મળતી વિગતો પ્રમાણે અહીં દર્દીઓને ગાયનેક, યુરોલોજી અને ગેસ્ટ્રોલોજીની સુવિધાઓ મળી રહેશે આ સાથે સાથે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) સાથેની હોસ્પિટલની ભાગીદારી સમાજના વંચિત વર્ગના લોકોને ઉચ્ચ ગુણવત્તાની તબીબી સેવાઓ પૂરી પાડશે.
આ ગ્લોબલ હોસ્પિટલમાં 70 બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. જો કે, બાદમાં હોસ્પિટલમાં કુલ 100 બેડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. નોંધનીય છે કે, 70 બેડની આ ગ્લોબલ હોસ્પિટલનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ સિવાય પણ કેન્દ્રીય ગૃહમંત્રીએ ગુજરાત લોક સેવા ટ્રસ્ટની 35 વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં હાજરી આપી હતી.
આ પ્રસંગે મેયર સુશ્રી પ્રતિભાબેન જૈન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઇ દાણી, ધારાસભ્ય અમિતભાઇ ઠાકર, કૌશિકભાઈ જૈન, બાર કાઉન્સિલના અધ્યક્ષ જે જે પટેલ, ડૉ. જગદીશ પટેલ, ડૉ બ્રિજેશ પટેલ, ડૉ નીલ પટેલ, ડો. ખુશાલી પટેલ, ડૉ કેવલ પટેલ, ડૉ ચંદ્રિકા પટેલ, ડો વરુણભાઈ પટેલ, ડૉ. અગ્રવાલ સહિત અનેક મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.