*અમદાવાદમાં છેલ્લાં ૧૦ વર્ષમાં ૪. ૮૨ લાખ લોકોને કૂતરાં કરડ્યા ૧૮ લોકોનાં મોત થયા હતા*

શહેરમાં છેલ્લા ૧૦ વર્ષમાં ૪ લાખ ૮૨ હજાર માણસોને શ્ર્વાન કરડ્યાં હતાં. ઉંદર, શ્ર્વાન, ઘોડા, ભૂંડ અને વાંદરા લોકોને કરડે તો નવાઇ નહીં. ત્યારે મનપાના બજેટ સત્રમાં પૂછાયેલા પ્રશ્ર્નોના જવાબમાં માહિતી અપવામાં આવી હતી કે શહેરમાં છેલ્લાં ૧૦ વર્ષમાં માણસે માણસને બચક્યા ભર્યા છે. જે ૩૨ કેસ સરકારી ચોપડે નોંધાયા છે. આ ઉપરાંત વાંદરા, ઘોડા, ઉંટ અને ભૂંડ કરડવાના કેસ પણ મનપાના ચોપડે નોંધાયા હતા