રાજેન્દ્રનગર સોસાયટી ના રહીશો નો વિરોધ થતાં પાવર બ્લોક ની કામગીરી ટેકનિકલ કારણોસર કામગીરી બંધ થઈ!
રાજપીપળા પાલિકા સીઓની કોન્ટ્રાકટરને નોટિસ છતાં કોના આદેશ હેઠળ કામગીરી ચાલુ થઈ એ ચર્ચાનો વિષય.
રાજપીપળા પાલિકા મુખ્ય અધિકારીના આ નિવેદન બાદ એ પ્રશ્નો ઉપસ્થિત થાય છે કે કયા નેતા ની છત્રછાયા હેઠળ કોન્ટ્રાક્ટરે આ કામગીરી ચાલુ કરી.
રહેણાંક વિસ્તારમાં એમ 250 ક્વોલિટીના બ્લોક નિયમ વિરુદ્ધ.
રાજપીપળા, તા.7
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં વિકાસકામોનું ઈ ખાતમુહૂર્ત કર્યું હતું. જેમાં રાજપીપળા વોર્ડ નંબર સાત રાજેન્દ્રનગર સોસાયટી પેવર બ્લોક કામગીરીનું કામ મંજૂર થયું હતું.હવે પેવરબ્લોક ની કામગીરી રહીશોએ સખત વિરોધ કર્યો હોવા છતાં ખાતમુહૂર્ત કરાયું અને કામગીરી ચાલુ કરાઈ. પણ અંતે કામગીરી અધવચ્ચે બંધ થઇ જતાં રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
રાજેન્દ્રનગર સોસાયટીમાં પેવર બ્લોક નાખવા માટે કોન્ટ્રાક્ટર 8 /12 /20 થી ખોદકામ ચાલુ કર્યું હતું ખોદકામ પતી ગયું હોવા છતાં બ્લોક બેસાડવાની કામગીરી બંધ છે ? એ પ્રશ્નો લોકોમાં ઊઠી રહ્યો છે રાજપીપળા પાલિકા મુખ્ય અધિકારી પરાક્રમ મકવાણાએ જણાવ્યું હતું કે અમુક ટેકનિકલ કારણોસર કામગીરી બંધ કરવા અમે કોન્ટ્રાક્ટરને જણાવ્યું હતું તે છતાં ખોદકામની કામગીરી ચાલુ કરવા લોકો વધુ હેરાન ન થાય તે માટે આગળની કામગીરી બંધ રાખવા પાલિકાએ કોન્ટ્રાક્ટરને 2 વાર લેખિત નોટીસ આપી છે. ટેકનિકલ પ્રોબ્લેમ સોલ્વ થયા બાદ આરબી માંથી રિવાઇઝ તાંત્રિક મંજુરી મળ્યા બાદ કામગીરી ચાલુ થશે એમ જણાય છે.
હવે રાજપીપળા પાલિકા મુખ્ય અધિકારીના આ નિવેદન બાદ તે પ્રશ્નો ઉપસ્થિત થાય છે કે રાજપીપળા પાલિકા મુખ્ય અધિકારીએ કામગીરી બંધ કરવાનું જણાવ્યું હોવા છતાં પાલિકાના આ દેશની ઉપરવટ જઈ કામગીરી ચાલુ કરવા આદેશ કોણે આપ્યો એ ચર્ચાનો વિષય બન્યો છે. જેને પણ કામગીરી ચાલુ કરાવવા આદેશ આપ્યો હશે એને લીધે જ હાલ તો રાજેન્દ્રનગર સોસાયટી ની પ્રજા હાલાકીનો સામનો કરી રહી છે. વહેલી તકે કામગીરી ચાલુ થાય એમ લોકો ઇચ્છી રહ્યા છે.કામગીરી ચાલુ કરવાની જીદ વચ્ચે પ્રજાપતિ થઈ રહી છે તો બીજી બાજુ તિરુપતિ કન્ટ્રકશન ના ગિરીશભાઈએ જણાવ્યું હતું કે હું તો કામગીરી કરવા ઈચ્છું જ છું. પણ મને પાલિકાએ કામગીરી બંધ રાખવા નોટિસ આપી છે.અગાઉ ટેન્ડરમાં પેવર બ્લોક નીચે ક્વાલિટી માંગી હતી એ મુજબ મેં ટેન્ડર ભર્યા ટેન્ડર નો વર્ક ઓર્ડર મળી ગયા પછી બીજી સારી ક્વોલિટીના પેવર બ્લોક નાખવા મને જણાવાયું તો ત્યાં પણ હું સહમત થયો.
સરકારી નિયમો મુજબ રહેણાંક વિસ્તારમાં પેવર બ્લોક નાખવા હોય તો એમ 400 ની ક્વોલિટી ના હોવા જોઈએ.હવે રાજપીપળા પાલિકાએ જેન્ડર શું કર્યું એમાં પેવર બ્લોકનું ઇક્વાલિટી એમ 250 ની માંગી હતી.જે ખરેખર સરકારી નિયમો વિરુદ્ધ કહેવાય ટેન્ડર પાસ થયા પછી એ જ મુદ્દો આવ્યો હતો.હાલ અમે 400 ક્વોલિટીના પેપર બ્લોક નાખવા માટેની કામગીરીને લીધે કામ બંધ પડ્યું છે. જો પહેલેથી જ ટેન્ડરમાં એમ ચારસોની ક્વાલિટી માંગી હોત તો અત્યારે એ પ્રશ્ન આવત જ નહીં.
રિપોર્ટ : જયોતિ જગતાપ,રાજપીપળા