નાંદોદ તાલુકાના કરાંઠા ગામની સીમમાં વીજ કરંટથી એક ભેંશનું કરૂણ મોત.
બે ભેંસોનો બચાવ.
જીવતા વાયરનો છેડો ભેસ ને અડી જતા કરંટ લાગવાથી ભેંસનું મોત.
રાજપીપળા, તા.7
નાંદોદ તાલુકાના કરાંઠા ગામની સીમમાં વીજકરંટથી એક ભેંસનું મોત નિપજ્યું છે.જેમાં ભેસોનો બચાવ થયો હતો.બનાવની વિગત મુજબ ગામના પ્રવિણસિંહ ચાવડાના જણાવ્યા અનુસાર તેઓ પોતાની ત્રણ ભેંસો લઈને કરાટા ગામની સીમમાં ચરાવવા જતા હતા, ત્યારે કેનાલ પાસે વીજકંપનીનો જીવંત વાયર નીચે પડેલો હતો જે નો છેડો એક ભેંસને જીવતો વાયર અડી જતા ભેંસનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય બે ભેંસો બચી ગઇ હતી.જોકે વીજકંપનીના સત્તાધીશોની બેદરકારીને કારણે એક મૂંગા પશુઓને જાન ગુમાવવાનો વારો આવતા ગ્રામજનોમાં રોષની લાગણી જન્મી હતી.
રિપોર્ટ : જયોતિ જગતાપ,રાજપીપળા