રાજ્યસભાની ચૂંટણીને લઇને રાજકીય ગરમાવો છે ત્યારે કોંગ્રેસના એક પછી એક ધારાસભ્યો જયપુર તરફની વાટ પકડી રહ્યા છે. જેમાં માંગરોળના ધારાસભ્ય બાબુભાઇ વાજા પણ એરપોર્ટ પહોંચ્યા હતા. જેઓએ જીએસટીવી સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં બાબુ વાજાએ દાવો કર્યો કે મને 3 ધારાસભ્ય સાથે આવવા માટે 100 કરોડની ઓફર અપાઇ હતી. ત્યારે હાલમાં ગુજરાત કોંગ્રેસના કુલ 21 જેટલા ધારાસભ્યો જયપુર જવા રવાના થયા છે.લલિત વસોયા કિરીટ પટેલ વિમલ ચુડાસમા બાબુ વાજા સીજે ચાવડા રાજેન્દ્રસિંહ ઠાકોર શિવા ભુરીયા જસુ પટેલ નૌસાદ સોલંકી પ્રવીણ મુછડીયા કનું બારૈયા કાંતિ સોઢા પરમાર કાળું ડાભી ભાવેશ કટારા
વજેસિંગ પાનદ્રા ચંદ્રિકા બરૈય્યા જસપાલસિંહ ઠાકોર કોંગ્રેસને તૂટતી બચાવવા પ્રભારી રાજીવ સાતવ ગુજરાત દોડી આવ્યા છે. અગાઉ રાજીવ સાતવ જે ધારાસભ્યને જવું હોય તે જાય તેમ નિવેદન આપી ચુક્યા છે. હવે ધારાસભ્ય જઈ રહ્યા છે તો જતા રોકવા ગુજરાત આવી પહોંચ્યા છે. ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા દેવાનો કોંગ્રેસમાં ઘાટ સર્જાયો છે.પાંચ ધારાસભ્યોના રાજીનામા બાદ કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય સંપર્ક વિહોણા થતા કોંગ્રેસ માટે એક સાંધે ત્યાં તેર તુટે તેવો ઘાય થયો છે. વલસાડના કપરાડાના કોંગી ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી સંપર્ક વિહોણા થયા ના સમાચાર સામે આવી રહ્યા છે.જીતુભાઈ ચૌધરી ગઈકાલ રાતથી જ સંપર્ક વિહોણા થયા હોવાની વાત સામે આવી છે. વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પણ સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.સત્યતા શું છે તેની ખબર આજે થશે