નાંદોદ તાલુકાના ગાડીત ગામે આર્ટિગા ગાડી સાથે મોટરસાયકલ અકસ્માતમાં મોટરસાયકલ ચાલકનું મોત.
રાજપીપળા,તા.7
નાંદોદ તાલુકાના ગાડીત ગામે આર્ટિગા ગાડી સાથે મોટરસાયકલ અકસ્માતમાં મોટરસાયકલ ચાલકનું મોત નીપજ્યું છે. આ અંગે રાજપીપલા પોલીસ મથકે ફરિયાદી જયસિંગભાઈ દમણિયાભાઈ વસાવા( રહે કાંદા પટેલ,મોરજડી,દેડીયાપાડા) એ સફેદ કલરની અલટીકા ગાડી નંબર જીજે 01 એચવાય 7811ના ચાલક સામે કરી છે.
ફરિયાદની વિગત ફરિયાદી જયસિંગભાઈ તથા મરનાર ભગડાભાઈ ડુમડીયાભાઈ વસાવાના સાથે અવાખલથી ધરુ લઇ મોટરસાયકલ નંબર જીજે 22 એમ 9565 ઉપર બેસીને જતા હતા. તે વખતે સામેથી આવતી અર્ટીગા ગાડી નંબર જીજે 01 એચવાય 7811 ના ચાલકે ગાડીને પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી જયસિંગભાઈ ની મોટર સાયકલ સાથે અકસ્માત કરી મોટરસાઇકલ ચાલક ભગડાભાઈને માથામાં ગંભીર ઇજા પહોંચતા તેમનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું.ચાલક સામે ચાલીને પોતાની ગાડી લઇને નાસી જતા રાજપીપળા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : જયોતિ જગતાપ, રાજપીપળા