*જામનગર જિલ્લાના યુવાને મુંબઈના મેયરને આપી ધમકી. ધરપકડ કરાઈ.*
જામનગર: જિલ્લાના યુવક દ્વારા મુંબઇ મેયરને ફોન પર મારી નાખવાની ધમકી આપવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો.. જિલ્લાના સેતાલુસનાના યુવાને આપી ધમકી. મુંબઈના મેયર કિશોર પેડણેકરને અપાઈ ધમકી. મુંબઇ મેયરને ધમકી મળતા સનસનાટી ફેલાઈ હોવાના સમાચાર. 21 ડિસેમ્બરના રોજ મેયરને કરવામાં આવ્યો હતો ફોન.ઉલ્લેખનીય છે કે આવતા વર્ષે મુંબઇ મહાનગર પાલિકાની ચૂંટણી યોજાવાની છે . ચૂંટણી અગાઉ જુદી જુદી પાર્ટીઓ એકબીજા પર આક્ષેપ કરતી જોવા મળી રહી છે. આ મામલે આઝાદ મેદાન પોલીસ સ્ટેશન ખાતે કેસ દાખલ કરવામાં આવ્યો છે. માનસિક રીતે અસ્થિર ગણાતા યુવકની ધરપકડ કરવામાં આવી હોવાના સમાચાર.