*મહામંદીના સમાચારની મને 2018 જાન્યુઆરીથી પ્રતીક્ષા હતી.*
*કોરોનાની ચિંતા છોડો અને મહામંદીની ચિંતા કરો.*
2019 જાન્યુઆરીથી પ્રસાર માધ્યમોમાં ભારતમાં મંદી શરૂ થયાંની ચર્ચા ચાલુ થયેલી, જે છ મહિના સુધી ચાલતી રહી; વાસ્તવમાં એ મંદી નહોતી, કેટલાક નકારાત્મક તત્ત્વો દ્વારા મોદી સરકારને બદનામ કરવા માટે મંદીનો ખોટો પ્રચારફુગ્ગો ફુલાવાયેલો અને સામાન્ય પ્રજાએ એ પ્રચારને બહું મહત્ત્વ નહોતું આપ્યું.
સન 1990_92ના ઈરાક સાથેના યુદ્ધ પછી આર્થિક રીતે બેહાલ થતા જતા અમેરિકાની 12000 બેન્કોમાંથી 1300 નાની બેન્કો 1995માં ફડચામાં ગયેલી, એ વાતની નોંધ તત્કાલીન જાણીતા અર્થશાસ્ત્રી શ્રી ભરત ગરીવાલાએ ‘કૌટિલ્યનું અર્થશાસ્ત્ર’ નામથી ચાલતી પોતાની કોલમમાં લીધી હતી. જુનિયર બુશ દ્વારા ઈરાક સાથે સન 2002માં લડાયેલ યુદ્ધના કારણે અમેરિકાને નવો આર્થિક માર પડ્યો.
2002 પછી મંદીમાંથી બહાર આવવા અમેરિકાની નવી બિઝનેસ પોલિસી બનાવવાનું નક્કી કરાયું. વિવિધ કંપનીઓના ટોપ એક્ઝિક્યુટિવસ, સરકારી અર્થ નિષ્ણાતો અને બુશના કલાસમેટ એવા અમેરિકાના તત્કાલીન બિઝનેસ મિનિસ્ટર સહિત 32 મહાનુભાવોનો કાફલો કોઈ અજ્ઞાત સ્થાને રોકાયો, નવી પોલિસી બની, પરત આવતા પ્લેન ક્રેશ અને બધું નષ્ટ, કશું હાથમાં નહિ આવ્યું, બ્લેક બોક્સ પણ નષ્ટ હતું. મંદીથી ઉગરવાનો માર્ગ જાણે બંધ થઈ ગયો.
અમેરિકાના પ્રમુખ બદલાયા, ઓબામાના સમયમાં સન 2008માં મંદીનો બોમ્બ ફૂટી ગયો, અમેરિકાની સરકારની ઋણ મર્યાદા વધારવી પડી, એ પ્રક્રિયામાં અમેરિકાનું સરકારી અર્થતંત્ર ઘણા દિવસ સુધી સ્થગિત થઈ ગયેલું. પેકેજો આપીને સ્થિતિ હળવી બનાવવાના પ્રયત્નો થયા, પણ સો ઠેકાણેથી ફાટેલી ચાદરને થીગડાં ક્યાં, કેટલા ને જેવી રીતે દેવા. મંદી આગળ વધતા વધતા યુરોપને ભરખી જવા લાગી.
ગ્રીસ પછડાયું, સાયપ્રસે નાદારી નોંધાવી. સ્પેન, પોર્ટુગલ, જર્મની, ફ્રાન્સ, ગ્રેટ બ્રિટન……બધાં જ તૂટતાં ચાલ્યા.
હવે સન 2018ની શરૂઆતથી યુરોપ અમેરિકામાં *ભારતમાં નહિ* મહામંદીની શરૂ થઈ ગઈ હતી, પણ એને જાહેર નહિ થવા દેવાની પૂરી કાળજી ત્યાંના અર્થતંત્ર દ્વારા લેવાતી રહેલી.
વાત જ્યારે બહુ આગળ વધી ત્યારે મહારાત્તાઓના ધરાશાયી થઈ રહેલા અર્થતંત્રને મહા ભૂકંપના આંચકાથી બચાવવા મંદીના મૂળભૂત કારણો છુપાવી રાખી કોઈ બીજી જ દિશામાં વિશ્વનું ધ્યાન ખેંચી રાખી મંદીના કારણોના દોષનો ટોપલો ક્યાંક કોઈના માથે ઓઢાડવો પડે તેમ હતો, અન્યથા મંદીના કારણે જ મંદી જાહેર થઈ જાય તો મોટી મોટી બેન્કો બંધ થવા માંડે અને યુરોપ અમેરિકામાં ભયાનક આર્થિક અંધાધૂંધી ઊભી થઈ જાય. અર્થતંત્ર ભાંગી પડે અને વાવાઝોડામાં ધરાશાયી થતા પત્તાના મહેલની જેમ બધું કડડડ ભૂસ થઈ જાય.
પાછલા ત્રણેક દશક દરમ્યાન સસ્તા મજૂરી અને રો મટીરીયલના કારણે મલ્ટી નેશનલ કંપનીઓના ચાઇના, તાઈવાન_હોંગકોંગમાં ઊભા કરાયેલા મોટા પ્રોડક્શન હાઉસ આ મહામંદીના કારણે બંધ કરવા પડે તેમ હોવાથી કોરોનાનું નાટક ચાઇનાથી (ચાઇના દ્વારા નહિ) શરૂ કરાયું અને શરૂ કરાયાના પ્રથમ સપ્તાહે કોરોનાનો વાંક કાઢી ઉત્પાદન કેન્દ્રો ફટાફટ બંધ કરવામાં આવ્યા, મોટી માત્રામાં કર્મચારીઓને છૂટા કરાયા કે ફરજિયાત રજા પર ઉતારી દેવાયા.
બીજા તબક્કામાં ‘કોરોનાના કારણે હેરફેર બંધ થવાથી’ ચાઈનાથી અને અન્ય ઠેકાણેથી આવતા રો મટીરિયલની અછતનું બહાનું મળી ગયું અને યુરોપ અમેરિકાના ઉત્પાદન કેન્દ્રો બંધ કરાતાં ગયા.
બધા જાણે છે અને સમજે છે કે કોરોના વાસ્તવમાં ખતરનાક નથી, દુનિયાભરના પ્રસાર માધ્યમોમાં આ વિશે પાછલા પખવાડિયામાં ઘણી માત્રામાં ગંભીર અને આધારભૂત માહિતી પ્રસિદ્ધ થઈ છે અને સોશ્યલ મીડિયામાં એની ભરચક ચર્ચાઓ પણ ચાલી છે. પણ ઈટલી વગેરેના સમૂહ મોતના સમાચારો, કોરોનાથી થયેલા કહેવાતા મોતના થોડા વિડિયો અને મોતનો ખોફ પેદા કરનાર ભયાનક પ્રચાર દ્વારા ભયનું એક એવું સામ્રાજ્ય ઊભું કરી દેવાયું, જેમાં સુરક્ષા માટે સોશ્યલ ડિસ્ટન્સ અનિવાર્ય બની જાય. જેટલા પણ મોત થયા, એમાંથી કેટલા શબનો પીએમ રિપોર્ટ થયો? બધા મોત કોરોનાથી જ થયા તેનો નિર્ણય કેવી રીતે કરાયો? પણ સમૂહ ભેગા ન થવા માટેનું કારણ ઊભું કરવા આ ભય ફેલાવવો જરૂરી હતું અને લોકડાઉન દ્વારા તમામ વૈશ્વિક ઉત્પાદન ઠપ કરી દેવાયું. સૂકાં ભેગું લીલું બળે એ ન્યાયે અનાવશ્યક અને મંદીની આઇટમોના ઉત્પાદનની સાથે આવશ્યક ઉત્પાદનો પણ બંધ થઈ ગયા, એ અલગ બાબત છે.
ઉત્પાદન કેન્દ્રો બંધ થતાં જ શેબજાર ગગડ્યું, ડાઉ જોંસ ઉંધે માથે પછડાયો, અમેરિકાની ફેડરલ બેન્ક 2008ની જેમ ફરી વ્યાજ દર શૂન્ય કરવો પડ્યો.
મંદીની આ સ્થિતિ માટે હવે કોરોના વાયરસને મહામંદી ઊભી કરનાર મહા અપરાધી ઠરાવવામાં આવી રહ્યો છે. મંદી જેવું કશું હતું જ નહિ અને કોરોનાનાં કારણે વિશ્વ મહામંદીમાં ફસાયું એ પ્રચાર હવે અંધાધુંધ ચાલશે.
વાયરસ માટે અને વિશ્વ સમગ્રની વર્તમાન કરૂણ સ્થિતિ માટે ચીનને જવાબદાર ઠેરવવાના પ્રયાસો પણ ચાલુ થઈ ગયા છે, તે પાછળનું રહસ્ય પણ ખતરનાક છે.
યુધ્ધ હંમેશા તેજીનું કારણ બને છે. અર્થ નિષ્ણાતોના મતે સન 1939 સુધી ચાલેલી અને 1930માં શરૂ થયેલી વૈશ્વિક મહામંદીમાંથી બહાર નીકળવા માંધાતાઓ દ્વારા બીજું વિશ્વુદ્ધ ઊભું કરાયું હતું. એ વખતે તેજી તો આવી, પણ યુદ્ધની બિભિશિકામાં રશિયા, યુરોપ, અમેરિકા આર્થિક રીતે બેહાલ થઈ ગયા. એમાંથી બહાર નીકળવા યુદ્ધમાંથી ઉદ્ભવેલી ચીજોનો મહા વ્યાપાર કરીને મહાસત્તાઓ દ્વારા વિશ્વભરના લોકોના આર્થિક શોષણનો કારસો ગોઠવાયો. અપ્રાકૃતિક જીવન પદ્ધતિથી જીવવા ટેવાયેલી યુરોપિયન પ્રજાના અસ્તિત્વને ટકાવવા તે અનિવાર્ય રીતે જરૂરી હતું.
*વ્યાપારની મુખ્ય ચાર ચીજો*
1
યુધ્ધમાં બીમાર થયેલા કે ઘવાયેલા સૈનિકો માટે શોધાયેલા અને પીડાશામક દવાઓ કે ઉત્તેજક તરીકે વપરાયેલા નાર્કોટિક્સ (નશાકારક પદાર્થો), ઘા રૂઝવવા માટેના જન્તુઘાતકો મેડિસીન તરીકે.
2
યુધ્ધમાં શસ્ત્ર તરીકે વપરાયેલા ઝેરી ઘાતક રસાયણો પેસ્ટીસાઈડ તરીકે.
3
મિસાઈલ અને ઇલેક્ટ્રોનિક ટેકનોલોજીનો મોડર્ન ટેકનોલોજી તરીકે
અને
4
દુનિયાના દેશોને ઝઘડતા રાખીને, નવા શોધાયેલા ઘાતક શસ્ત્રોના વ્યાપાર દ્વારા વિકસિત દેશોનું શોષણ શરૂ થઈ ગય.
વીતતા વર્ષો સાથે
_ દુનિયાના દેશોમાં આધુનિક એલોપથી ચિકિત્સા પદ્ધતિની સામે સ્થાનિક સ્તરે પોતપોતાની પારંપરિક પદ્ધતિઓ અને ઔષધિઓનું પ્રચલન શરૂ થઈ ગયું તથા એલોપથી દવાઓનું સ્થાનિક ધોરણે મોટા પાયે ઉત્પાદન શરૂ થતું ગયું.
_ હવા, પાણી અને ભૂમિના ઝેરિકરણ અને પ્રદૂષણના કારણે દુનિયાના દેશોમાં પેસ્ટીસાઈડ પ્રતિબંધિત થતા ગયા.
_ દુનિયાના દેશોમાં સ્થાનિક સ્તરે મિસાઈલ, ઇલેક્ટ્રોનિક અને સેટેલાઇટ ટેક્નોલોજીનું નિર્માણ શરૂ થઈ ગયું.
_ દુનિયાના દેશો વચ્ચે થતાં યુદ્ધોમાં મોટા પાયે ઘટાડો થવાથી વેપંસનો વ્યાપાર ઘટયો.
અમેરિકાની સન 2008ની મંદી પછી મહાસત્તાઓ દ્વારા સીરિયા, કોરિયા, ઈરાન આદિના નિમિત્ત ઊભા કરી મહાયુદ્ધ માટેના નિષ્ફળ પ્રયાસો પણ આપણે જોયા છે.
પરિણામે યુરોપ અમેરિકાનો શોષણખોર વ્યાપાર નબળો પડતો ગયો, વધારામાં સ્મોલ ગુડ્ઝ આઇટમોમાં ચીન, ભારત જેવા દેશો મેદાન મારી ગયા અને અમેરિકા જેવા દેશો એના ઉત્પાદકના બદલે ઉપભોક્તા_ખરીદદાર બની ગયા.
અમેરિકા યુરોપ પાસે મહામંદીથી બચવાના ત્રણ રસ્તા છે,
_ સમગ્ર પ્રજાની લાઇફ સ્ટાઇલ બદલવી, જે એમના માટે આજે તો શક્ય નથી.
_ શોષણના નવા સાધનો ઊભા કરવા અને માર્ગો શોધવા. એમાં આજે તો એમના માટે અંધારામાં ફાંફાં મારવા જેવું છે.
_ મહાયુદ્ધ કે વિશ્વયુદ્ધ ઊભું કરી શસ્ત્રોનો, યુદ્ધ માટેના પુરવઠાનો અને યુદ્ધ પછીના નવનિર્માણનો વ્યાપાર કરી લેવો.
સંભવ છે કે કૂતરાને હડકાયું જાહેર કરી મારવાની હજારો વર્ષથી ચાલતી આવતી રસમ અપનાવી કોરોના વાયરસ માટે ચીનને જવાબદાર ઠેરવી આરોપીના કઠેડામાં ખડું કરી તેના ઉપર યુદ્ધ થોપી દેવાય. આ માટે ચીનને કારણભૂત જણાવી બદનામ કરવાના ભારે પ્રયાસો શરૂ મીડિયાના માધ્યમથી શરૂ થઈ ગયેલા છે.
પરંતુ, હાલ તો ચાલાક ચીન કોરોના વાયરસના ચક્રને કુશળતાથી ભેદીને આર્થિક લડાઈમાં વિજેતા બની ગયું દેખાય છે.
એક વાત સ્પષ્ટ છે કે એશિયાની કે પોતાની ધરતી ઉપર વિશ્વયુદ્ધ ચીનને મંજૂર નથી અને ભારતને પણ મંજૂર ન જ હોય, આથી યુદ્ધ ન થવા બાબતે ભારત પ્રત્યક્ષ નહિ, તો પરોક્ષ પણ ચીનને જ સાથ આપે. અમેરિકા કે યુરોપ ભારતના સાથ વિના આ યુદ્ધ લડી ના શકે અને ભૂતકાળની જેમ આજે અમેરિકા ભારતને યુદ્ધમાં સાથ આપવા ફરજ પાડવા દબાવી શકે તેમ નથી.
*આ સમગ્ર વાતનો સાર*
_ મહામંદીના રોકી શકાશે નહિ. વિશ્વ 1930_39ની મંદીને ભૂલી જશે. જે પણ દેશોનો જે પણ ગુડ્ઝ યુરોપ અમેરિકામાં નિકાસ થાય છે, તે દેશોની તે તે બાબતની નિકાસ ઠપ થતી જશે અને ભારતમાં પણ પ્રથમ તબક્કે લક્ઝુરિયસ આઇટમોનો વ્યાપાર બંધ થવા લાગશે.
_ ભારતમાં આંધળું સાહસ કરી લોભથી કે અજ્ઞાનતાથી ખોટી જગ્યાએ મૂડી રોકનાર કે ઉડાઉ_ખર્ચાળ જીવન જીવી આસપાસના સમાજ પર પ્રભાવ પાડનારા ઉપલા માધ્યમ વર્ગના ફટાકિયાઓ ખર્ચ નહિ ઘટાડે તો મંદીમાં ફસાઈ જશે.
_ સરેરાશ પ્રજાની બચત કરવાની ટેવ, આર્થિક મુશ્કેલીમાં પરસ્પર સાચવી લેવાની પ્રવૃત્તિ, અભાવગ્રસ્ત સ્થિતિમાં પણ ચલાવી લેવાની મનોવૃત્તિ અને અભાવગ્રસ્તો માટે રાહત કેન્દ્રો ચલાવવાની ભારતની સદીઓ જૂની પરંપરાના કારણે ભારતને મહામંદીની વિશેષ અસર તો નહિ થાય, બલ્કે મંદીના કારણે વસ્તુઓના ભાવો તૂટવાના કારણે જીવનીય વ્યય_ખર્ચ ઘટશે.
આ વિષય સાથે જોડાયેલા અનેક પાસાં અને ફણગા છે, પણ એ માટે મોટો ગ્રંથ લખવો પડે. બધી બાબતો હાલ અત્રે પ્રસ્તુત પણ નથી. મોદી સરકાર દ્વારા પણ ભારતની ઈકોનોમીના કરેક્શનનું કામ ખૂબ ગંભીરતાથી ચાલી રહ્યું છે. વૈશ્વિક મંદીનાં દોરમાં ક્રૂડ ઓઇલના ભાવ તળિયે જશે, એનો લાભ પણ ભારતને મળશે. એટલે આપણે મંદીથી ડરવાની આવશ્યકતા નથી.
*આપણે શું કરવું?* *મંદીમાં ટકી રહેવા માટે આ સાત સૂત્ર અપનાવો*
1
જીવનમાં તમામ બાબતોમાં તમામ સ્તરે બગાડ રોકો.
2
તમામ બિન આવશ્યક ખર્ચ, વ્યયથી બચો.
3
લોભમાં આવી જોખમી કે આંધળું સાહસ કરી મૂડી રોકાણ ન કરવું.
4
ધંધો, નોકરી કે વ્યવસાય બદલવા નહિ.
5
પગાર, નફો કે આવક ઘટે તો પણ વર્તમાન નોકરી, ધંધો કે વ્યવસાય ચાલુ રાખવા. ઓછી રકમ પણ મંદીમાં ટકી રહેવા વધારે ખરીદશક્તિ ધરાવે છે.
6
શેરબજારમાં કરેલું તમામ રોકાણ મોટી ખોટ ખાઈને પણ પાછું ખેંચી લેવું, જેટલી બચે તેટલી મૂડી બચાવી લેવી. પછી શેરબજાર શૂન્ય થઈ જશે.
7
બેંકમાં ખાતામાં, ફિક્સ ડિપોઝિટ રૂપે કે અન્ય કોઈ પણ સ્થાને પડેલ રોકડમાંથી લઘુત્તમ ત્રીજા ભાગનું અને તેથી વધુ જેટલું શક્ય હોય તેટલું નાણું સુવર્ણમાં ફેરવી દેવું. સરકારનો ટેક્ષ ચૂકવીને ગોલ્ડની ખરીદી ચેકથી જ કરવી, જેથી જરૂર પડે ગમે ત્યારે મિલકત તરીકે જાહેર કરવામાં વાંધો ન આવે.
સુવર્ણની ખરીદશક્તિ કદી ઘટતી નથી. સન 1947ના અને સન 2020ના ભાવોને સરખાવીએ તો, એક તોલા સુવર્ણની કિંમતમાં જીવાનાવાશ્યક જેટલી વસ્તુ ’47માં આવતી, ૨૦૨૦માં તેથી ઘણી વધારે આવે છે.
ભારતના એક સીમિત વર્ગને બાદ કરતાં મંદી ભારત માટે અભિશાપ નહિ, આશીર્વાદ નીવડશે.
*____જરશા ©*
*વોટ્સએપ માટે 9429066684*
*ટેલિફોનીક સંવાદ માટે 8849739865*