નાંદોદ તાલુકા નાના લીમટવાડા ગામે નજીક કરજણ નદીના પુલ ઉપર ઓટોરિક્ષા અને તુફાન ગાડી સાથે અકસ્માત નડતા રિક્ષામાં બેસેલા આઠને ગંભીર ઇજાઓ.

નાંદોદ તાલુકા નાના લીમટવાડા ગામે નજીક કરજણ નદીના પુલ ઉપર ઓટોરિક્ષા અને તુફાન ગાડી સાથે અકસ્માત નડતા રિક્ષામાં બેસેલા આઠને ગંભીર ઇજાઓ.
આઠ પૈકી સાત મહિલાઓને સમાવેશ.
હીરાપરા ગામે બેસણામાં જતી વખતે નડેલો અકસ્માત.
રાજપીપળા,તા.22
નાંદોદ તાલુકા નાના લીમટવાડા ગામે નજીક કરજણ નદીના પુલ ઉપર ઓટોરિક્ષા અને તુફાન ગાડી સાથે અકસ્માત નડતા રિક્ષામાં બેસેલા સાત મહિલા ઓ સહિત કુલ આઠ જણાને ગંભીર ઈજાઓ થવા પામી હતી.હીરાપરા ગામે બેસણામાં જતી વખતે અકસ્માત નડ્યો હતો.આ અંગે રાજપીપલા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જેમાં ફરિયાદી અનિલભાઈ અલખામભાઈ વસાવા (રહે,મોટાલીમટ વાળા)એ આરોપી તુફાન ગાડી નંબર એમએચ 30 એટી 0236 ના ચાલક સામે કરી છે.
ફરિયાદની વિગત મુજબ ફરિયાદી અનિલભાઈ પોતાની ઓટો રીક્ષા નંબર જીજે 22 વી 0974 ને લઈને હિરાપુરા ગામે બેસણામાં જતા હતા.તે વખતે કરજણ પુલ ઉપર આવતા એક તોફાન ગાડી નંબર એમ.એચ 30 એટી 0236 પોતાની ગાડી પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી અનિલભાઈને ઓટોરિક્ષા પાછળથી ટક્કર મારી રિક્ષામાં બેસેલ ભલાભાઈ ચંદુભાઈ વસાવાની જમણા પગે ફ્રેક્ચર કરી તેમજ અનસુયાબેન અરવિંદભાઈ વસાવા તથા આઠુબેન રામસિંગભાઈ વસાવાને માથાના ભાગે ઇજાઓ પહોંચાડી તથા કોકીલાબેન જેરામભાઈ વસાવાની જમણા પગને ઘૂંટણથી નીચેના ભાગે ઈજા પહોંચાડી તેમજ ગંગાબેન ચંદુભાઈ વસાવા તથા સુમિત્રાબેન બાબુભાઈ વસાવા તથા હસુબેન મહેન્દ્રભાઈ વસાવા, મીનાબેન વિષ્ણુભાઈ વસાવાની ઈજાઓ પહોંચાડતા રાજપીપળા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : જયોતિ જગતાપ, રાજપીપળા