નર્મદામાં મહિલા સામખ્ય નર્મદા દ્વારા મહિલા સામખ્ય ગુજરાતની 31 વર્ષની ઉજવણી કરાઇ.

નર્મદામાં મહિલા સામખ્ય નર્મદા દ્વારા મહિલા સામખ્ય ગુજરાતની 31 વર્ષની ઉજવણી કરાઇ.
શિક્ષણ દ્વારા સશક્તિકરણ વિષય પર વિવિધ સ્પર્ધાઓનું આયોજન.
રાજપીપળા,તા.6
મહિલા સામખ્ય ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ અંતર્ગત હાલ મહિલા સામખ્ય ગુજરાતને 31 વર્ષ પૂર્ણ થાય છે. જેના ભાગરૂપે જિલ્લા કક્ષાની ઉજવણી ચાલી રહેલ છે.જેમાં નર્મદામાં શિક્ષણ દ્વારા શક્તિ વિષય પર ઉજવણી કરવામાં આવી છે.જેમાં 58 બહેનો તથા કિશોરીઓ જોડાઈ જેમાં બહેનોને મહત્વ, સરકાર દ્વારા શિક્ષણ માટેની સુવિધાઓ (કેજીબીવી,ઇન્દિરા ઓપન યુનિવર્સિટી, બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી) વગેરેની માહિતી આપવામાં આવી સાથે જ (તમે શિક્ષક હોય તો શું કરો ?) એ વિષય પર નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ,જુનિયર રિસોર્સ પર્સન માંથી કેતલબેન દ્વારા તમામ આયોજન કરવામાં આવેલ. જેમાં તડવી હીનાબેન સહયોગ આપેલ,જેમાં જ્યોતિબેન પ્રગતિ મહિલા મંડળ માંથી તથા પ્રતિક્ષાબેન કોર્પોરેટર રાજપીપળા પણ જોડાઈને કાર્યક્રમમાં સહયોગ આપેલ.
રિપોર્ટ : જયોતિ જગતાપ,રાજપીપળા