રાજપીપળા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બ્રાન્ડેડ ઓઇલના નામે બનાવટી ઓઇલનું વેચાણ કરતા આરોપી ઝડપાયો.

રાજપીપળા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બ્રાન્ડેડ ઓઇલના નામે બનાવટી ઓઇલનું વેચાણ કરતા આરોપી ઝડપાયો.
ક્રેસ્ટ્રોલ, સર્વો,ગલ્ફ,હીરો કંપનીના ડુપ્લીકેટ ઓઇલ તથા ઑટોમોબિલ્સને લગતી વિવિધ સ્પેરપાર્ટ,ઈકો ગાડી તથા મોબાઇલ મળી કુલ કિં. રૂ.468733/- ના મુદ્દામાલ સાથે આરોપીને ઝબ્બે કરતી પોલીસ.
એસ.ઓ.જી નર્મદા પોલીસનું ઓપરેશન.
રાજપીપળા,તા.6
રાજપીપળા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બ્રાન્ડેડ ઓઇલના નામે બનાવટી ઓઇલનું વેચાણ કરતા આરોપીને એસઓજી નર્મદા પોલીસે ઝડપી પાડેલ છે. ક્રેસ્ટ્રોલ, સર્વો,ગલ્ફ,હીરો કંપનીના ડુપ્લીકેટ ઓઇલ તથા ઑટોમોબિલ્સને લગતી વિવિધ સ્પેરપાર્ટ,ઈકો ગાડી તથા મોબાઇલ મળી કુલ કિં. રૂ.468733/- ના મુદ્દામાલ સાથે આરોપીને ઝબ્બે કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જેમાં નર્મદા જિલ્લા પોલીસવડા હિંમકરસિંહના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર કે.ડી.જાટ શાખા નર્મદા તથા એસઓજી શાખાના સ્ટાફના માણસો દ્વારા રાજપીપળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં માછીવાડ પેટ્રોલ પંપની બાજુમાંથી હીરેનભાઈ ભરતભાઈ દોમડીયા (રહે,42, કમલપાર્ક સોસાયટી, કાપોદરા વરાછા રોડ, સુરત) હસમુખભાઈ વિઠ્ઠલભાઈ કાકડીયા (રહે,35 કાંતારેશ્વર,સોસાયટી લલિતા ચોકડી, ચાર કતાર ગામ સુરત) ક્રેસ્ટ્રોલ, સર્વો,ગલ્ફ,હીરો કંપનીના ડુપ્લીકેટ ઓઇલ તથા ઑટોમોબિલ્સને લગતી વિવિધ સ્પેરપાર્ટ,ઈકો ગાડી તથા મોબાઇલ મળી કુલ કિં. રૂ.468733/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
આ ઓપરેશનમાં કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓ પો.ઈ. કે.ડી.જાટએસ.ઓ.જી નર્મદા, એ.એસ.આઈ અરવિંદભાઈ ઇશ્વરભાઇ, હે. કો. જગદીશભાઈ રણછોડભાઈ,સતિષભાઈ રામજીભાઈ,શૈલેન્દ્ર રૂપસિંહભાઇ,મનોજકુમાર શરણભાઈ, ઉમેશભાઈ વામનભાઇ,પો.કો અલ્પેશભાઈ હીરાભાઈ એ સંયુક્ત ઓપરેશન કરી કાર્યને પાર પાડેલ છે.

રિપોર્ટ : જયોતિ જગતાપ,રાજપીપળા