રાજપીપળા રાજેન્દ્રનગર સોસાયટી જવાની ગલીમાંથી લોક કરેલ મોટરસાયકલની ઉઠાંતરી.
ચોરીની પોલીસ ફરિયાદ.
રાજપીપળા,તા.6
રાજપીપળા રાજેન્દ્રનગર સોસાયટી જવાની ગલીમાંથી લોક કરેલું મોટરસાયકલની કોઈ ચોરી ઉઠાંતરી કરતા રાજપીપળા પોલીસ મથકમાં ચોરીની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.જેમાં ફરિયાદી ચૈતન્યકુમાર ઠાકોરભાઈ દેસાઈ (મુળ રહે, આમલેથા હાલ રહે મહાવિદ્યાલય રોડ ઉજજીવન બેન્કની બાજુમાં વ્રજ કોમ્પલેક્ષની સામે રાજપીપળા )એ કોઈ અજાણ્યો ચોરી સામે ફરિયાદ કરી છે.
ફરિયાદની વિગત મુજબ ફરિયાદી ચૈતન્યકુમાર નો દીકરો સંજયભાઈ(ઉ. વ.25 ) જન્મથી જ બહેરો અને મૂંગો હતો જે હીરો હોન્ડા કંપનીની મોટરસાયકલ નંબર જીજે 22 ઈ 8738 કી રૂ.20000/- લઈને સાંજના પાંચ વાગ્યે કામ અર્થે બજારમાં ગયેલ અને તેની મોટરસાઈકલ સંતોષ ચાર રસ્તા રાજેન્દ્રનગર સોસાયટી જવાની ગલીમાં સ્ટેરીંગ લોક કરી મૂકેલ હતી.ત્યાંથી કોઈ અજાણ્યા ચોર ઈસમ મોટર સાયકલનો ટ્રેડિંગનું લોક તોડી મોટરસાયકલની ચોરી કરી નાસી જતાં રાજપીપળા પોલીસે તપાસ આદરી છે.
રિપોર્ટ : જયોતિ જગતાપ, રાજપીપળા