અમદાવાદમાં મસમોટું GST કૌભાંડ પકડાયું
સેન્ટ્રલ GSTની ટીમે 2435.96 કરોડનું કૌભાંડ પકડ્યું. સેન્ટ્રલ GSTની ટીમે ન્યૂ રાણીપમાં પાડ્યા દરોડા. શુકન સ્માઇલ સિટીમાં રહેતા ભરત સોનીની ધરપકડ
સોના-ચાંદી અને હીરાના ખોટા બિલો બનાવી કર્યું કૌભાંડ. સુનિયોજીત કાવતરું રચીને કરતા હતા કૌભાંડ
પરિવારના નામે 6 અલગ અલગ કંપનીઓ બનાવી કર્યું કૌભાંડ. પુત્ર, પુત્રવધુ, સાળાના નામે ટ્રેડિંગ ફર્મ સ્થાપી. ઘનશ્યામ જ્વેલર્સ, કનિષ્કા જ્વેલર્સ, દીપ જ્વેર્સ, એન.એસ. એન્ટરપ્રાઇઝ, એસ.એ. ઓર્નામેન્ટ્સ નામની ફર્મ. બી-2 જેમ્સ નામે પણ શરૂ કરી હતી ટ્રેડિંગ ફર્મ. 2435.96ની કિંમત આંકી 72.25 કરોડની ક્રેડિટ મેળવી. ખરીદદારોના નામે ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી. આરોપીને કોર્ટમાં રજૂ કરીને મેળવાઇ જ્યુ. કસ્ટડી. ભરત સોની હાલ 14 દિવસની જ્યુ. કસ્ટડી હેઠળ. કૌભાંડમાં હજુ વધુ માથા સંડોવાયા હોવાની સંભાવના. 7250 કરોડ સુધી કૌભાંડ જાય તેવી એજન્સીને શંકા. ઇનપુટ ટેક્સ ક્રેડિટ હેઠળ 210 કરોડની ચોરી સામે આવશે