કેબિનેટની બેઠક શરૂ થઈ ગઈ છે, રાષ્ટ્રપતિને બજેટની સોફ્ટ કોપી સોંપી
નાણામંત્રી નિર્મલા સીતારમણ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને બજેટની સોફ્ટ કોપી સોંપ્યા પછી સંસદ ભવન પહોંચી ચૂક્યાં છે. અહીં કેબિનેટની બેઠક યોજાશે, જેમાં બજેટને મંજૂરી અપાશે. ત્યારપછી 11 વાગ્યે નાણામંત્રી બજેટ રજુ કરશે.આ તેમનું ત્રીજું બજેટ હશે.આ બજેટથી સામાન્ય લોકો અને વેપારી જગત બન્નેને ઘણી આશા છે. આશાનું કારણ ગત વર્ષે 18 ડિસેમ્બરે આપેલું તેમનું નિવેદન છે. તેમણે કહ્યું હતું કે આ વખતનું બજેટ છેલ્લાં 100 વર્ષમાં ન આવ્યું હોય એવું હશે. 29 ફેબ્રુઆરીએ સંસદમાં રજૂ થયેલા ઈકોનોમિક સર્વેમાં આના માટે ઘણા સંકેત આપવામાં આવ્યા છે. જો બજેટ આ સંકેતો પ્રમાણે રહ્યું તો આ પ્રકારની ખાસ વાતો જોવા મળી શકે છે.