ગરુડેશ્વર તાલુકા માં ઈકો સેન્સીટીવ ઝોન અંગે ની એન્ટ્રી રદ કરાઈ.
નર્મદા જિલ્લાના બાકી કોઈ પણ તાલુકામાં ઈકો સેન્સીટીવ ઝોન અંગે ની એન્ટ્રી નહીં પાડવામાં આવે સંસદ- મનસુખ વસાવા.
દેડીયાપાડા તાલુકાના નવાગામ ખાતે ગામ ની ગ્રામ સભામાં સાંસદ મનસુખ વસાવાએ ઉપસ્થિત રહી ઈકો સેન્સીટીવ ઝોન અંગે ની એન્ટ્રી પાડવાના મુદ્દે માર્ગદર્શન આપ્યું.
રાજપીપળા,તા. 2
દેડીયાપાડા તાલુકાના નવાગામ ખાતે ગામની ગ્રામ સભામાં સાંસદ મનસુખ વસાવાએ ઉપસ્થિત રહી ઇકો સેન્સીટીવ ઝોન અંગે ની એન્ટ્રી પાડવાના મુદ્દે માર્ગદર્શન આપ્યું હતું.આ ગ્રામસભામાં સરપંચ રમીલાબેન વસાવાના અધ્યક્ષ સ્થાને ગ્રામસભા મળી હતી.
આ ગ્રામ સભામાં સાંસદ મનસુખ વસાવાએ માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકામાં આવેલા ગામોમાં સ્થાનિક ખેડૂત ખાતેદારોની જમીનોના સર્વે નંબરમાં ઇકો સેન્સેટીવ ઝોન અંગેની એન્ટ્રી પાડવામાં આવી હતી, તે રદ કરવામાં આવી છે. અને હવે પછી નર્મદા જિલ્લાના બાકીના કોઈપણ તાલુકામાં ઇકો સેન્સેટીવ ઝોન અંગેની એન્ટ્રી નહીં પાડવામાં આવશે, તેઓ સરકારે એક સારો નિર્ણય લીધો છે, તેમણે સરકારનો આભાર માન્યો હતો.
ગ્રામ સભા દરમિયાન ઉપસ્થિત રહેલા ગ્રામજનોને તથા ખેડૂતોને પર્યાવરણની જાળવણી,સિંચાઈ આધારિત ખેતી, ઉચ્ચતર શિક્ષણ અને પ્રૌઢ શિક્ષણ,સ્વચ્છતા જેવા વિષયો તથા કોરોના મહામારી જેવી ગંભીર બિમારીથી કાળજી રાખવા અંગે વિવિધ ચર્ચાઓ કરવામાં આવી.આ પ્રસંગે મારી સાથે નર્મદા જિલ્લાના ઉપપ્રમુખ રણજીતભાઈ ટેલર,દેડીયાપાડા તાલુકા ભાજપ પ્રમુખ માનસિંગભાઈ વસાવા, નવાગામના સરપંચ રમીલાબેન વસાવા, તલાટીકમ મોહનભાઈ તથા જંગલ ખાતાના અધિકારી, તેમજ ગ્રામસભાના ગ્રામજનો તથા ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં.
રિપોર્ટ : જયોતિ જગતાપ,રાજપીપળા