CM રૂપાણી રાજકોટમાં કરશે મતદાન

CM રૂપાણી રાજકોટમાં કરશે મતદાન

રાજકોટ મહાનગરપાલિકા ચૂંટણીમાં CM રૂપાણી રાજકોટ ખાતે મતદાન કરશે

◼️CM રૂપાણી રાજકોટ ખાતે કરશે મતદાન
◼️રૈયારોડ પર મતદાન મથક ખાતે કરશે મતદાન
◼️CM સાંજે PPE કીટ પહેરી મતદાન કરશે

CM રૂપાણી રાજકોટ ખાતે મતદાન કરશે. સાંજે 5 વાગે રાજકોટ મતદાન કરશે. PPE કીટ પહેરી કોરોના ગાઇડલાઇનનું પાલન કરશે અને આ માટે UN મહેતા હોસ્પિટલથી એર એમ્બ્યુલન્સમાં રાજકોટ પહોંચશે. તેઓ કોરોનાની સારવાર માટે હાલ અમદાવાદની UN મહેતા હોસ્પિટલમાં દાખલ છે. રાજકોટથી સાંજે 8:45 વાગે અમદાવાદ પરત ફરશે.

સીએમ રૂપાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રચાર માટે રેલીઓ અને સભાઓને સંબોધન કરતા કરતા CM રૂપાણી ઢળી પડ્યા હતા ત્યારે તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા