શહેરમાં પાંચમી મે સુધી આ સેવાઓ બંધ રહેશે અમદાવાદમાં પણ કોરોનાને કારણે લોકોમાં ભય ફેલાયો છે. રોજ કોરોનાથી થતાં મોતને લીધે લોકોમાં ડર વધ્યો છે. શહેરમાં આજથી 5મી મે સુધી દિવસ દરમિયાન પણ શોપિંગ સેન્ટર, દુકાનો, વાણિજ્ય સંસ્થાઓ, રેસ્ટોરાં, લારી-ગલ્લાઓ, ગુજરીબજાર, કોચિંગ ક્લાસ, સિનેમા થિયેટર, જિમ, બાગ-બગીચા, વોટર પાર્ક, મોલ, એસેમ્બ્લી હોલ, APMC માર્કેટ સહિતની આર્થિક પ્રવૃત્તિઓ બંધ રહેશે. શાકમાર્કેટ ખુલ્લાં રહેશે. તા.5 મે સુધી રાતના 8થી સવાર 6 દરમિયાન કર્ફ્યુ યથાવત્ રહેશે. જાહેરનામાનું પાલન ન કરનારા વિરુદ્ધ ગુનો નોંધાશે એવું ક્રાઇમ બ્રાન્ચના જેસીપીએ જણાવ્યું હતું.
રાત્રિ કર્ફ્યુમાં નવી સ્ટિકરપ્રથા અમલી કરાઈ
લાલ રંગ
ડૉક્ટરો, પેરામેડિકલ સ્ટાફ, ઓક્સિજન, મેડિકલ સહિત આરોગ્ય સેવા સાથે જોડાયેલા લોકોને લાલ રંગનાં સ્ટિકરનો ઉપયોગ કરવો પડશે.
લીલો રંગ
ખાદ્ય સામગ્રી, શાકભાજી, ફ્રૂટ્સ, દૂધ, પેકિંગ ફૂડ માટેના લોકો લીલા રંગનાં સ્ટિકરનો ઉપયોગ કરી
શકશે.
પીળો રંગ
AMCના કર્મચારીઓ, ટોરેન્ટ પાવરના કર્મચારીઓ, ટેલિફોન સર્વિસ અને મીડિયાના કર્મીઓ પીળા રંગનાં
સ્ટિકરનો ઉપયોગ કરશે.