કેવડિયા ખાતે વીવીઆઈપીઓ માટે 1200ની ડિશના ભરપેટ ભોજન ની વ્યવસ્થા તો એમની સેવામાં રૌકાયેલા કર્મચારીઓને ભૂખે મરવાનો વારો.!

લ્યો કરો વાત!

કેવડિયા ખાતે વીવીઆઈપીઓ માટે 1200ની ડિશ ના ભરપેટ ભોજન ની વ્યવસ્થા તો એમની સેવામાં રૌકાયેલા કર્મચારીઓને ભૂખે મરવાનો વારો.!

ઇન્ડિયા પ્રિસાઈડિંગ ઓફિસર્સ કોન્ફરન્સ પાછળ તૈયારીઓમાં રોકાયેલા અધિકારીઓ-કર્મચારીઓની દયનિય હાલત

કલેક્ટરે અધિકારીઓ-કર્મચારીઓને કાર્યક્રમ પેહલા હાજર રહેવા ઓર્ડર કર્યા પણ એમના ખાવા પીવાની વ્યસ્થા ના કરી શકતા કર્મચારીઓ મા રોષ!

રાજપીપળા: તા 23

કેવડિયા ખાતે 25મી એ 80 મી “ઓલ ઇન્ડિયા પ્રિસાઈડિંગ ઓફિસર્સ કોન્ફરન્સ” માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક કેવડિયા ટેન્ટ સીટી-2 ખાતે 25-26 નવેમ્બર ના રોજ દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુની ઉપસ્થિતમાં 80 મી “ઓલ ઇન્ડિયા પ્રિસાઈડિંગ ઓફિસર્સ કોન્ફરન્સ” યોજાવાની છે.આ કોન્ફરન્સમાં દેશના વિવિધ રાજ્યોની વિધાનસભા અધ્યક્ષો સહિત લોકસભા, રાજ્યસભાના અધિકારીઓ ઉપસ્થિત રહેશે.આ આખો કાર્યક્રમ 24 થી 26 એમ ત્રણ દિવસનો છે.તે માટેનર્મદા જિલ્લા કલેક્ટરે લગભગ 32 જેટલી વહીવટી ટીમો બનાવી કાર્યક્રમની તૈયારીઓ અને વિવિધ કામગીરી માટે જિલ્લાની વિવિધ કચેરીઓના 400 થી 500 જેટલા કર્મચારીઓને સ્ટેન્ડ બાય રહેવાના ઓર્ડર કરી દીધા છે, 18 મી તારીખથી જ અમુક કર્મચારીઓ તો ત્યાં ગોઠવાઈ ગયા છે.
બીજી બાજુ 100 થી વધુ શિક્ષકોને પણ મહેમાનો આવ્યા પહેલા લાયઝન અધિકારી તરીકે નિમણૂંક આપી જે તે જગ્યાએ બેસાડી દીધા છે.હવે મોટા ઉપાડે ઓર્ડર કરી કર્મચારીઓ અધિકારીઓને હાજર તો કરી દીધા, પરંતુ ઓર્ડર કરનાર આધિકારીઓ આ સેવાભાવી કર્મચારી નેજ વિસરી ગયા હોય એમ ખડે પગે સેવા રત આ કર્મચારીઓ ને ભૂખે મરવાનો વારો આવ્યો છે.વીવીઆઈપીઓ માટે 1200ની ડિશ ના ભરપેટ ભોજન ની વ્યવસ્થા તો એમની સેવામાં રૌકાયેલા કર્મચારીઓને ભૂખે મરવાનો વારો આવતા તંત્ર ની અવ્યવસ્થા સામે ભારે ટીકા થવા માંડી છે. કલેકટર કે અન્ય અધિકારીઓ આ કર્મીઓ માટે ખાવા પીવાની કે ચા નાસ્તા ની વ્યવસ્થા કરવાનુ ભૂલી જતા તંત્ર ની કામગીરી સામે માછલા ધોવાઈ રહ્યા છે.રાષ્ટ્રપતિના કાર્યક્રમની તૈયારીઓમાં રોકાયેલા કર્મીઓને હાલ ખાવા-પીવાની વ્યવસ્થાઓ ન હોવાથી રોષ ફેલાયો છે.દૂર દૂર જવુ પડે છે ના જવા દે તો ભૂખે જ મરવાનો વારો આવે!આખો દિવસ કાર્યક્રમની તૈયારીઓમાં લાગેલા કર્મીઓએ પાણી લેવા કે જમવા જવું હોય તો 15 થી 20 કિમીનો ફેરો થાય છે,અને જમવા માટે પોતે જાતે ખર્ચ કરવાનો વારો આવ્યો છે.બીજી બાજુ અમુક અધિકારીઓ તો ફરજના ભાગ રૂપે પોતાની જગ્યાઓ છોડતા ન હોવાને લીધે ભૂખ્યા રહ્યા હોવાનો વારો પણ આવે છે.
એક કાર્યક્રમ પાછળ જો કરોડોનો ધુમાડો થતો હોય કાર્યક્રમની તૈયારીઓ માટે રોકાયેલા કર્મચારીઓ અને અધિકારીઓ માટે ખાવા-પીવાની વ્યવસ્થા કરવી એ કોઈ મોટી બાબત નથી.પ્રવાસન વિભાગ આ કોન્ફરન્સ માં ફરજ પર રોકાયેલા આધિકારીઓ કર્મચારી તથા આરોગ્ય કર્મચારીઓ શિક્ષકો તમામનો ચા-નાસ્તા ભોજનનો ખર્ચ જો ન ઉઠાવી શકે તો આ કેવોઅણઘડ વહીવટ કહેવાય? નર્મદા કલેક્ટરની પણ જવાબદારી બને છે કે તેમના કર્મચારીઓ માટે આટલી તો વ્યવસ્થા કરી જ શકે.

અત્રે ઉલ્લખનીય છે કે પ્રવાસન વિભાગના ઉચ્ચ અધિકારીઓની વિઝીટ હોય કે નેતાઓની તો તેમના માટે 1200 રૂપિયાની જમવાની ડીશ પીરસાઈ છે પરંતુ રોજ કામ કરતા કર્મચારીઓને કોઈ પાણીનો પણ ભાવ ન પૂછતા હોવાથી કોન્ફરન્સને લઈને રોકાયેલા અધિકારીઓ અને કર્મચારીઓમાં રોષ ફેલાયેલો જોવા મળ્યો હતો.જોકે સરકારી નોકરી હોય કોઈ કર્મી આ મામલે બોલી ન શકતા નથી કે કોઈને કહી શકતા નથી. એમની હાલત નાં કહેવાય નાં સહેવાય એવી હાલત છે.પરંતુ એમના આ મૌનનો ગેર ફાયદો ઉઠવાઈ રહ્યો હોવાનું પણ હાલ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. આ અંગે ત્વરિત તમામ કર્મચારીઓમાટે ચા નાસ્તા અને ભોજન ની ત્વરિત વ્યવસ્થા કરે એવી માંગ ઊઠી છે

તસવીર: જયોતિ જગતાપરાજપીપળા