એક મુઠ્ઠી ઘઉં અને એક રૂપિયાનો ફાળો ઉઘરાવીને જરૂરિયાત મંદોને મદદરૂપ થવા નો અનોખો નવતર પ્રયોગ.

એક મુઠ્ઠી ઘઉં અને એક રૂપિયાનો ફાળો ઉઘરાવીને જરૂરિયાત મંદોને મદદરૂપ થવા નો અનોખો નવતર પ્રયોગ.

સેવાનું ઝરણું કાર્યક્રમ હેઠળ બોરીદ્રા ગામના મુખ્ય શિક્ષકની અનોખી સેવા.

આદિવાસી સમાજના વિકાસ માટે આ ફાળો વપરાશે.

3 મણ ઘઉં અને બંધ પતરાનો ડબ્બો ભરી ને એક તો કરેલો ફાળો ડબ્બો ખોલ્યો કે જોયા વિના જ આ ગુપ્ત દાન તરીકે સેવાભાવી આગેવાનોને આપી દીધું.

રાજપીપળા,તા.2

સેવાનું ઝરણું કાર્યક્રમ હેઠળછેલ્લા 24 વર્ષ થી શિક્ષણ યજ્ઞ અને સમાજ સેવા કરતા બોરીદ્રા પ્રાથમિક શાળા મા મુખ્ય શિક્ષક અનિલ મકવાણાએ ગામમા જરૂરિયાત મંદોને મદદ રૂપ થવા નવતર પ્રયોગ ગામમાં આદર્યો છે.

ટીપે ટીપે સરોવર ભરાય અને કાંકરે કાંકરે પાળ બંધાય એ કહેવત અનુસાર ગામમાં એક મુઠ્ઠી ઘઉં અને એક રૂપિયાનો ફાળો બોરીદ્રા ગામમાંથી ભેગો કરવામા આવી રહયો છે.આ ભેગા થયેલ અનાજ અને ફાળા નું શું કરશો એમ પૂછ્યું તો એમણે જવાબમાં જણાવ્યું હતું કે આદિવાસી સમાજના વિકાસ માટે આ ફાળો વાપરીશ.

અત્યાર સુધીમાં મુખ્ય શિક્ષકે ત્રણ મણ ઘઉં અને બંધ પતરાનો ડબ્બો ભરીને ફાળો એકઠો કર્યો છે.તેમણે ડબ્બો ખોલ્યા કે જોયા વિનાજ આ ગુપ્તદાન જે આવેલ તે સેવાભાવી આગેવાનને આપી દીધું છે.જેનો સદ ઉપયોગ જરૂરિયાત મંદો માટે કરાશે તેમ જણાવ્યુ હતુ. જેને નિષ્વાર્થ ભાવે સેવા જ કરવી છે એને કોઈ બંધન નડતા નથી. એ ગામના મુખ્ય શિક્ષક અનિલ ભાઇ ગામમા સાચા અર્થમાંસેવાનું ઝરણું વહાવી રહ્યા છે.

તસવીર: જયોતિ જગતાપ,રાજપીપળા