ગરુડેશ્વર પોલીસ સ્ટેશનમાં લોકઅપમાંથી રાત્રિના સમયે ટિફિન લેવા અંદર જતી વખતે પીએસઓ ની નજર ચુકાવી આરોપી લોકઅપમાંથી ભાગી જતાં ચકચાર.
ફરજ પરના પોલીસની નજર સામે જ ચકમો આપીને આરોપી નાસી છૂટ્યો .
નવા વર્ષના પહેલા જ દિવસે ઘટેલી ઘટનાથી પોલીસ બેડામાં ખળભળાટ .
રાજપીપળા ,તા. 2
ગરુડેશ્વર પોલીસ સ્ટેશનમાં લોકઅપમાંથી રાત્રિના સમયે ટિફિન લેવા અંદર જતી વખતે પીએસઓ ની નજર ચુકાવીને ફરજ પરની પોલીસની નજર સામે આરોપી લોકઅપમાંથી ભાગી જતાં ચકચાર મચી જવા પામી છે.નવા વર્ષના પહેલા જ દિવસે ઘટેલી ઘટનાથી પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છ. આ અંગે ગરૂડેશ્વર પોલીસ મથકમાં ફરાર આરોપી સામે ફરિયાદ નોંધી આરોપીને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.આ અંગે ગરૂડેશ્વર પોલીસ સ્ટેશનમાં ફરિયાદી પીએસઆઇ એ.એસ .વસાવાએ ફરાર આરોપી જયેન્દ્રભાઈ વિક્રમભાઈ તડવી (રહે ,ગરુડેશ્વર દત્ત મંદિર, ફળિયુ) સામે ફરિયાદ કરી છે.
બનાવની વિગત મુજબ આ કામના આરોપી જયેન્દ્રભાઈ તળીને તા.30 /12/ 20ના રોજ ગરૂડેશ્વર પોલીસ સ્ટેશનમાં સીઆરપીસી કલમ 107, 151 ગુનામાં આરોપી જયેન્દ્રભાઈની 12 કલાકે અટક કરી લોકઅપમાં પુરી દીધો હતો. અને ફરજ પરના એ.એસ.આઈ મહેશભાઈ રમણભાઈ એસ્ટેટ તથા ચેપ્ટર કેસના કાગળો સાથે આરોપીને આપેલ અને તેની સ્ટેશન ડાયરીમાં નોંધ પણ કરી હતી.આરોપીને 12 કલાકે લોકઅપ માં મુકેલ અને રાત્રીના 8: 10 કલાકે લોકઅપ ખોલી પી.એસ. ઓએ લોકઅપમાં ભણું આપતા હતા. અને પી.એસ.ઓ પાવતી બનાવતા હતા.તે વખતે સરકારી ટિફિન લઈને આવેલ જતીનભાઈ લોકઅપનો દરવાજો ખોલી ટિફિન લેવા અંદર જતા હતા,ત્યારે પી. એસ. ઓ ની નજર ચૂકવી લોકઅપમાંથી આરોપી ભાગી જતાં દોડધામ મચી જવા પામી હતી.આ અંગે પોલીસ ફરિયાદ નોંધી ફરાર આરોપીને ઝડપી લેવા પોલીસ દોડતી થઇ જવા પામી હતી.
રિપોર્ટ : જયોતિ જગતાપ, રાજપીપળા