કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જેવી કાકડીયાની પત્નીએ કરેલા આક્ષેપો બાદ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. ત્યારે આ મામલે ભરતસિંહ સોલંકી, અમિત ચાવડા અને પરેશ ધાનાણીએ મૌન સેવ્યું છે. તેમજ કેમેરા સામે કંઇ પણ બોલવા ઇન્કાર કર્યો છે. જો કે અમિત ચાવડાએ આક્ષેપ કર્યો કે સીએમના નિવાસસ્થાને કોંગી ધારાસભ્યોને પૈસાથી ખરીદવાનું નક્કી કરવામાં આવ્યું. ભાજપ ભ્રષ્ટાચારથી ભેગા કરેલા પૈસા વડે કોંગી ધારાસભ્યોને ખરીદી રહી છે.
મહત્વનું છે કે જેવી કાકડીયાના પત્ની કોકિલાબેન કાકડીયાએ આક્ષેપ કર્યો છે કે ભરતસિંહ સોલંકીએ અમારો ઉપયોગ કર્યો. તેમણે અમને ભાજપમાં જોડાવા કહ્યું હતું. ભરતસિંહે દિલ્હી જઈને કહ્યું હતુ કે હું ધારાસભ્યોને લઈને ભાજપમાં જોડાવ છું. આ પ્રકારની વાત બાદ તેમની રાજ્યસભાની ટિકિટ ફાઇનલ થઈ હતી. તેમણે જેવી કાકડિયા ભાજપમાં જોડાવાના છે તે અંગે દિલ્હીમાં તેમણે ફરિયાદ કરી હતી.