કુમકુમ મંદિર દ્રારા ધનતેરસના દિવસે ર૦૧ સુવર્ણના ફૂલોથી ભગવાન ઉપર અભિષેક કરવામાં આવ્યો.

કુમકુમ મંદિર દ્રારા ધનતેરસના દિવસે ર૦૧ સુવર્ણના ફૂલોથી
ભગવાન ઉપર અભિષેક કરવામાં આવ્યો.

તા. ૧૩ શુક્રવાર – ધનતેરસ હોવાથી શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર દ્રારા મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં નાદરી ખાતે ર૦૧ સુવર્ણ ના પુષ્પોથી શ્રી સ્વામિનારાયણ ભગવાનનું પૂજન ષોડ્શોપચારથી પૂજન કરીને અભિષેક કરવામાં આવ્યો હતો અને હાલ, કોરોના વાયરસની ઉપાધિનું શમન થાય તે માટે દેશ – વિદેશમાં વસતા સત્સંગીઓ દ્રારા પ્રાર્થના કરવામાં આવી હતી.

આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે,

ધનતેરસ ના બે અર્થ થાય છે. ધણતેરસ તથા ધનના પૂજનનો દીવસ. ગાયોનું ધણ પણ ઘન કહેવાતું..
આ દિવસે ગાયોની પણ પૂજા થાય છે.સોનાચાંદીના દાગીના ખરીદવામાં આવે છે.
ભગવાનના દાગીના – સિંહાસનનું શુધ્ધિકરણ કરવામાં આવે છે.ધન્વતરી આ દિવસે હાથમાં અમૃતકુંભ લઈને પ્રગટ થયા હતા માટે વાસણ – પાત્રોનું પૂજન કરવામાં આવી રહયું છે.દીપદાનનું મહત્વ સવિશેષ છે.
બ્રહ્મ પુરાણમાં એમ કહેવાયું છે કે, લક્ષ્મીજી આખી રાત્રી દરમ્યાન ધનતેરસના દિવસે વિહાર કરવા માટે નીકળે છે.

ધનતેરસના દિવસે લોકમાં લક્ષ્મીનું પૂજન કરવામાં આવે છે.સોના – ચાંદીના દાગીના, રુપિયાનું પણ પૂજન કરવામાં આવે છે. આજનો દિવસ વૈધ ઘન્વન્તરી નો અને અમૃત ના પ્રાગટ્યનો દિવસ છે. દેવોને આ દિવસે અમૃત મળ્યું હતું. આ દિવસે લક્ષ્મીનું પૂજન કરવાથી સંપત્તિ પવિત્ર બને છે. અને તે પવિત્ર બન્યા પછી સદ્કાર્યોમાં –
ભગવાનના ઉપયોગમાં વાપરીએ તો નિર્ગુણ અને મોક્ષને આપનારી થાય છે. નહીં તો તે જ લક્ષ્મી બંધનને કરનારી થાય છે

ધનતેરસના દિવસે ધન્વન્તરિ નું પ્રાગટય થયું હોવાથી ઘન્વન્તરી ત્રયોદશી પણ કહેવામાં આવે છે.ઘનતેરસને આરોગ્યની આરાધનાનું પર્વ કહેવામાં આવે છે. આયુર્વેદ ડોકટરો આ દિવસે ખાસ ઘન્વન્તરીનું પૂજન કરે છે.

:- સ્વામિનારાયણ સંપ્રદાયમાં ધનતેરશ :-

સ્વામિનારાયણ સંપ્રદાયમાં ધનતેરસ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે,
સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનનું પંચામૃતથી પૂજન કરીને મહાભિષેક કરવામાં આવે છે. તથા – ચાંદીના – સુર્વણના સિકકા તથા ધનનું પૂજન અર્ચન કરીને આરતી ઉતારવામાં આવે છે.

ધનતેરસના દિવસે નીત્તિમત્તાથી જ ધન મેળવવું છે તેવો સંકલ્પ કરવો જોઈએ. અને એ સંકલ્પ પ્રમાણે જ ધન મેળવીને સંતોષ રાખવો જોઈએ.

સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ
મો.૯૮૯૮૭૬૫૬૪૮