મુંબઈ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસ ટૂંક સમયમાં જ કેન્દ્ર સરકારમાં સ્થાન પામે એવી જોરદાર ચર્ચા ચાલી રહી છે. એમને નાણાં ખાતું આપવામાં આવે એવી અટકળો છે.
મહારાષ્ટ્ર વિધાનસભાની ગઈ વેળાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી સૌથી વધારે બેઠક મેળવી શકી હતી તે છતાં એને સત્તાથી દૂર રહેવાનો વારો આવ્યો તે છતાં પક્ષની કેન્દ્રીય નેતાગીરીએ ફડણવીસમાં વિશ્વાસ જાળવી રાખ્યો છે.રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે ફડણવીસને કદાચ નાણાં પ્રધાન બનાવવામાં આવશે