*સ્ટેટ બેન્ક બેરહેમ અને અયોગ્ય છેઃ નાણાપ્રધાન સીતારામન*

નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામને સ્ટેટ બેન્ક અને તેના ઉચ્ચ અધિકારીઓને આડે હાથ લેતાં કહ્યું હતું કે સૌથી મોટી સરકારી બેન્ક હદયવિહીન અને અક્ષમ છે. તેમણે આવું એટલા માટે કહ્યું કેમ કે આસામમાં ચાના બગીચાના કામ કરતા કામદારોના અઢી લાખ બેન્ક ખાતાં કાર્યરત નહોતા થયાં. તેમનો સ્ટેટ બેન્કના ચેરમેન અને ઉચ્ચ અધિકારીઓને આડે હાથ લેતો વિડિયો વાઇરલ થયો છે.નાણાપ્રધાન નિર્મલા સીતારામને સ્ટેટ બેન્કના ચેરમેનને કહ્યું હતું કે મને ગેરમાર્ગે ના દોરો, તમે મને આ મામલે દિલ્હીમાં મળો અને આ બાબતને હું છોડીશ નહીં.