ગુજરાતના કોઈપણ વિસ્તારમાંથી સુરત જતા લોકોએ નહીં થવુ પડે ક્વોરન્ટાઇન, મનપાએ જાહેરનામામાં કર્યો ફેરફાર

સુરતમાં બહારથી આવતા તમામ લોકોને 7 દિવસ હોમ ક્વોરન્ટાઈનમાં રહેવા આદેશ કરાયો હતો. તેની વચ્ચે સુરત મનપા તંત્રએ જાહેરનામામાં સુધારો કરવા નિર્ણય લીધો છે. સુરતમાં રાજ્યની બહારથી આવનારને જ 7 દિવસ હોમ ક્વોરન્ટાઇનમાં રહેવું પડશે. ગુજરાતના કોઈપણ વિસ્તારમાંથી સુરત જતા લોકોએ હવે ક્વોરન્ટાઇનમાં રહેવાની જરૂર નહીં રહે.