અમરાઈવાડી મેટ્રો સ્ટેશન પાસે 24 કલાકથી વધુ સમય પહેલા વગર વરસાદે ભુવો પાડ્યો. કોર્પોરેશન તરફથી હજુ સુધી કોઈ કાર્યવાહી નહીં.

અમદાવાદ પૂર્વ ના અમરાઈવાડી વિસ્તાર માં અમરાઈવાડી મેટ્રો સ્ટેશન પાસે 24 કલાક થી વધુ સમય પહેલા વગર વરસાદે ભુવો પાડ્યો છે. 24 કલાક થી પણ વધુ સમય થયો છત્તા પણ કોર્પોરેશન તરફથી ખાલી બેરીકેટ લગાવી સંતોષ માન્યો છે. ચાર રસ્તા હોવાના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે જેની હાલાકી લોકો ભોગવી રહ્યા છે.