જિલ્લા કલેકટર મનોજ કોઠારીના અધ્યક્ષપદે ગુજરાત પોષણ અભિયાન- અંતર્ગત યોજાઇ બેઠક નિર્ણય
જિલ્લાની આંગણવાડી દીઠ અતિ કુપોષિત બાળકોને દતક લેવા જિલ્લા કલેકટર મનોજ કોઠારીનો ખાસ અનુરોધ
જિલ્લા કલેકટર મનોજ કોઠારીના અધ્યક્ષપદે રાજપીપળા કલેકટરાલયના કોન્ફરન્સ હોલ ખાતે તા.1/2/2020 સુધી ચાલનારા ગુજરાત પોષણ અભિયાન- અંતર્ગત જિલ્લાના તમામ બાળકો સુપોષિત બને અને માતા તંદુરસ્ત બને તે માટે જિલ્લા કલેકટર કોઠારીએ નર્મદા જિલ્લામાં પંચાયત બેઠક દીઠ, વિધાનસભા બેઠક દીઠ અને નગરપાલિકા બેઠક દીઠ ગુજરાત પોષણ અભિયાન હાથ ધરીને જિલ્લાના નિર્ધારીત લક્ષ્યાંક સિધ્ધિ હાંસલ કરવા સંબંધિત અમલીકરણ અધિકારીઓને જરૂરી સૂચના અને માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.
સંબંધિત અમલીકરણ અધિકારીઓ વગેરેની ઉપસ્થિતમાં બેઠકને અધ્યક્ષ સ્થાનેથી સંબોધતા જિલ્લા કલેક્ટર મનોજ કોઠારીએ જિલ્લાની આંગણવાડી દીઠ અતિ કુપોષિત બાળકોને ગ્રામ્યકક્ષાએ સરપંચ, ગ્રામપંચાયતના સભ્ય ગામ આગેવાનો, ગ્રામજનો વગેરેને દતક લેવા ખાસ અનુરોધ કર્યો હતો.
કોઠારીએ વધુમાં ગુજરાત પોષણ અભિયાન હેઠળ નર્મદા જિલ્લામાં જિલ્લા પંચાયતની 22 બેઠક દીઠ પ્રોત્સાહન કાર્યક્રમો યોજીને કુપોષિત બાળકને દતક લેનારનું સન્માન કરવામાં આવશે, જેમાં આઈએએસ, આઇએફએસ જેવા અધિકારીઓ હાજર રહીને સહભાગી બની પ્રોત્સાહન પુરુ પાડશે.તેમ જણાવ્યું હતું.