*ખંભાતમાં અસામાજિક તત્ત્વોના મકાનો ખાલી કરાવવાનો ધંધો બંધ થશે જાડેજા*

ગાંધીનગર: ડેમોગ્રાફીકલ ચેઇન્જ થવાના કારણે આંતરીક પડોશીયો જુદા હોવાના કારણે મકાનો ખાલી કરાવીને પોતાના ધંધા ચલાવવા માગતા હોય તો અમારી સરકાર તે હરગીજ ચલાવી લેશે નહીં. રાજ્ય સરકાર એવા કોઇપણ પ્રયાસોને સાંખી નહીં લે કે જેમાં સ્થાનિક અસામાજિક તત્ત્વો મકાનો ખાલી કરાવીને પ્રભુત્વ સ્થાપવાનો ધંધો ચલાવે પણ હવે તેમને રૂકજાવનો આદેશ આપવામાં આવ્યો છે. એવું ગ્ાૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.