*મુંબઈ પોલીસના એન્ટિ એક્સ્ટ્રોર્શન સેલે દાઉદ ગેગના મેનેજર ફહિમ મચમચની એકદમ નજીક ગણાતી કરીમા મુજીબા શાહ ઉર્ફે કરીમા આપ્પાની ધરપકડ કરી.*
મુંબઈ પોલીસના એન્ટિ એક્સ્ટ્રોર્શન સેલે દાઉદ ગેગના મેનેજર ફહિમ મચમચની એકદમ નજીક ગણાતી કરીમા મુજીબા શાહ ઉર્ફે કરીમા આપ્પાની ધરપકડ કરી છે. કરીમા પર ફરીમ મચમચના ગુર્ગો અને શુટરોને શસ્ત્રો પુરા પાડવાની અને મુંબઈમાં ગેરકાયદેસર ઝૂંપડપટ્ટી બનાવવાની સાથે બળજબરીપૂર્વક ખંડણી માંગવાનો આરોપ છે.
મુંબઇ પોલીસે કાંજુરમાર્ગથી ફહિમ મચમચ ગેંગના 3 શૂટરની થોડા દિવસો પહેલા જ ધરપકડ કરી હતી અને તેમની પાસેથી ગેરકાયદેસર હથિયારો કબજે કર્યા હતા. પકડાયેલા શૂટરો ફઝલુ રહેમાન ઉર્ફે મુજ્જુ, મોહમ્મદ શાહ અને વિનોદ ગાયકવાડે પોલીસને જણાવ્યું હતું કે તેમની પાસેની 3 પિસ્તોલ અને જીવંત કારતુસ મળ્યા હતા જે કરીમા આપ્પાએ વર્સોવામાં કરીમા આપા એ આપ્યા હતા અને તેમનો લક્ષ્ય એક બિલ્ડર હતો.
આ માહિતી પછી, મુંબઇ પોલીસ અને એન્ટિ એન્ટિ એક્સ્ટ્રોર્શન સેલના અધિકારીઓએ વર્સોવામાંથી કરિમા આપ્પાની ધરપકડ કરી હતી. કરીમા સાથે વાતચીત કરનારા ધરપકડ કરાયેલા શૂટરોની ઓડિઓ ક્લિપ પણ અધિકારીઓને મળી હતી તેમજ કરિમાના મોબાઇલ પર અનેક આંતરરાષ્ટ્રીય કોલની માહિતી મળી હતી. દાઉદ અને છોટા શકીલની નજીકના ફહિમ મચમચ સાથે સતત સંપર્કમાં રહેલી કરીમા આપ્પ.