આજથી અમદાવાદ રીવરફન્ટથી સ્ટેગ્યુ ઓફ યુનિટી કેવડિયા સુધી ફરીથી શરુથઈ સી પ્લેન સેવા.

આજથી અમદાવાદ રીવરફન્ટથી સ્ટેગ્યુ ઓફ યુનિટી કેવડિયા સુધી ફરીથી શરુથઈ સી પ્લેન સેવા.

હવેથી દરરોજ બે ફલાઇટ ઉડાન ભરશેઃ ઓનલાઈન બુકિંગ ચાલુ છે.

હવે પ્લેન રિપેર સાબરમતી ખાતે જ કરી શકાશે, માલદીવ જવુ નહી પડે- એમડી રાજીવ ગુપ્તા

રાજપીપળા,તા૩૦

અમદાવાદ રીવરફન્ટથી સ્ટેગ્યુ ઓફ યુનિટી કેવડિયા સુધી ૧ નવેમ્બરથી શરુ કરાયેલી સી પ્લેનની સેવા એકજ
મહિનામાં મેન્ટેનન્સના નામે અચોક્કસ મુદત માટે બંધ કરી દેવાઈ હતી. જે આજથી ૩૦ ડીસેમ્બરથી અમદાવાદ
રિવરફનટથી કેવડિયા સુધીની પુનઃ શરુ કરાતા પ્રવાસીઓમાં આનંદની લાગણી વ્યાપી છે. સરદાર સરોવર
નિગમના એમડી રાજીવ ગુપ્તાએ જણાવ્યુ હતુ કે હવેથે જેમાં દરરોજ બે ફલાઇટ ઉડાન ભરશે. આ માટે
ઓનલાઇન બુકિંગ સેવા શરુ થઇ છે.

દરમ્યાન લોકો માટે ૧ નવેમ્બરથી સી પ્લેનનુ સતાવાર સંચાલન શરુ કરાયુ હતુ. જો કે સંચાલન શરુ થયા બાદ
પ્રથમ સપ્તાહમાં જ મેન્ટેનન્સ માટે બે દિવસ માટે ફલાઇટ સાઉન્ડેડ કરી દેવાઇ હતી. અધિકારી ઓના જણાવ્યા
મુજબ સી પ્લેન પાણીમાં સતત ઉડાન ભરતુ હોવાથી દર સપ્તાહે તેનું પ્રાથમિક મેન્ટેનન્સ જરુરી છે. જ્યારે
મહિનામાં એકવાર સંપૂર્ણ એરક્રાફ્ટનું મેન્ટેનન્સ કરવાનું હોય છે. જેના માટે આ એરક્રાફટ માલદીવ મોકલવુ પડતું
હતુ. પણ હવે મોકલવુ નહી પડે.
અત્યાર સુધી એરક્રાફટ ના મેન્ટેનન્સની સુવિધા અમદાવાદમાં નહોતી તેથી મેન્ટેનન્સ માટે મલદીવ મોકલવુન
પડતું હતું.પણ હવે અમદાવાદમાથી જ સી પ્લેનના મેન્ટેનન્સ માટેની સુવિધા શરુ કરવા જરુરી માળખું તૈયાર
કરી દેવાયું છે. મેન્ટેનન્સ વર્કશોપ શરુ કરાયા બાદ સી પ્લેનનુ મેન્ટેનન્સ હવે અહીંથી જ થશે. અત્રે ઉલ્લેખનીય છે
કે એરક્રાફ્ટનુ એન્ટેનન્સ દર મહિને કરવું અનિવાર્ય છે

હવે પરત ફર્યા બાદ તેનું બુકિંગ શરુ કરાયુ છે. જોકે મળતી માહીતી મુજબ ફલાઈટને હાલ સરેરાશ ૭૦ થી ૮૦
ટકા જેટલા પેસેન્જરો મળે તેમ છે. વધુમા એરલાઇન્સ દ્વારા વધૂ એક એરક્રાફટ મંગાવવાની પ્રક્રિયા પણ શરુ
કરાઇ છે. જેથી એક એરક્રાફટ મેન્ટેનન્સમા જાય તો બીજા એરક્રાફટની સેવાચાલુ રહી શકે.

તસવીર: જયોતિ જગતાપ,રાજપીપલા