આખરે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પોતાનું રાજીનામુ પાછુ ખેંચ્યુ

બિગ બ્રેકિંગ ન્યૂજ઼:

આખરે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પોતાનું રાજીનામુ પાછુ ખેંચ્યુ

મનસુખ વસાવાને ગાંધીનગરનું તેડું આવતા ગાંધીનગર પહોચ્યા બાદ મુખ્યમંત્રી અને વનમંત્રી ગણપત વસાવા સાથેની બેઠક બેઠક બાદનિર્ણય લેવાયો

મનસુખ વસાવાના સ્વાસ્થ્ય અંગે સરકાર ચિંતા કરશે તમને બીમારીનો તમામ ખર્ચ સરકાર ઉઠાવશે

રાજ્ય સરકારે આપેલી ખાતરી

લોકસભા મતવિસ્તારમાં પ્રવાસમાં તકલીફ પડે તો કાર્યકર્તાઓ મદદરૂપ થશે

સરકારી મનસુખ વસાવા ના તમામ નાના-મોટા પ્રશ્નો ઉકેલવાની ખાત્રી

સમજાવટ બાદ મનસુખભાઈ માની ગયા
રાજીનામુ પાછુ ખેંચતા ભરૂચ-નર્મદા જિલ્લામાં ભાજપ છાવણીમાં આનંદની લાગણી

રાજપીપળા, તા 30

ગઈકાલે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ રાજીનામું આપ્યા બાદ સમગ્ર ગુજરાતમાં હડકંપ મચી ગયો હતો. ભારે ચર્ચાનો મુદ્દો બન્યો હતો .પણ આજે મનસુખભાઈએઆજે રાજીનામું પાછું ખેંચી લેતા રાજકીય વિવાદ નો અંત આવ્યો છે

તેમને ગાંધીનગરનુ તેંડુ આવતા ગાંધીનગર
પહોંચેલા મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, મેં મારાસ્વાસ્થ્યને કારણે રાજીનામું આપ્યું હતુ પાર્ટી કે સરકાર સાથે કોઈ મતભેદ નથી. ગણપત વસાવા અને મુખ્યમંત્રી રૂપાણી સાથે મુલાકાત લીધા પછી મેં રાજીનામું પાછુ ખેચ્યુછે
ભરુચના સાંસદ મનસુખ વસાવાએ ગઈકાલે ભાજપમાંથી રાજીનામુ આપ્યા બાદ મોડી રાત સુધી તેમના નિવાસસ્થાને બેઠકોનો ધમધમાટ થયો હતો. આ પછી આજે વહેલી સવારે સાંસદ મનસુખ વસાવા ગાંધીનગર મુખ્યમંત્રીને મળવા ગયા હતા. ત્યારે તેઓ ગાંધીનગર પહોંચ્યાબાદ અને સવારે તેઓ વનમંત્રી ગણપત વસાવા અને મુખ્યમંત્રી રૂપાણી સાથે મુલાકાત કરી હતી

ગાંધીનગર પહોંચેલા મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, સ્વાસ્થ્યને કારણે રાજીનામું આપ્યું છે. પાર્ટી કે સરકાર સાથેમારે કોઈ મતભેદ નથી.

ગઈ કાલે સાંસદ વસાવાના રાજીનામા બાદ પ્રદેશ ભાજપ મહામંત્રી ભરતસિંહ પરમાર તેમને મળવા પહોંચ્યા હતા. તેમણે પણ તેમની સાથે બંધબારણે બેઠક કરી હતી. આ બેઠકમાં જિલ્લા પ્રભારી સતીષ પટેલ પણ જોડાયા હતા. બેઠક બાદ ભરતસિંહે કહ્યું, મનસુખભાઇ સાથે જૂનો સંબંધ છે. ભાજપના અમે સાથે કામ કર્યું છે. એમની પ્રકૃતિને ઓળખું છું. નખશિખ પ્રામાણિક કામ કરે છે. કાર્યકર્તા માટે ઉદાહરણ રૂપ કામગીરી કરી છે. તેમની સાથે ચર્ચા થઈ છે.જૉ કે મારી તોઆ શુભેચ્છા મુલાકાત હતી. પાર્ટી કે સરકાર માટે કોઈ ફરિયાદ નથી. નાના મોટા પ્રશ્નો હશે તેની ચર્ચા કરી છે, જે ઉકેલાશે. પાર્ટી અમારા બંને માટે પ્રાયોરિટી છે.

મનસુખ વસાવાએ રાજીનામાને લઈને જણાવ્યું હતું કે નાદુરસ્ત તબિયતના કારણેમેં રાજીનામું આપ્યું છે. ઘણા સમયથી મારી તબિયત સારી રહેતી નથી. કમરમાં દુઃખાવાને કારણે નાના મગજ પર અસર થઈ છે. પાર્ટી કે સરકાર માટે જરા પણ નારાજગી નથી. જ્યારે મેં મારા મતવિસ્તારના પ્રશ્નો નાંમુદ્દે રજૂઆત કરી છે, ત્યારે તેનો સરકાર ઉકેલ લાવીજ છે. અગાઉ પણ પાર્ટીમાં તેમણે રાજીનામું આપવા મુદ્દે વાત કરીહતી
મનસુખ વસાવાના રાજીનામા પછી વનમંત્રી ગણપત વસાવાના અધ્યક્ષ સ્થાને અરજન્ટ મીટિંગ મળી હતી. સૂત્રોના મતે ઈકો સેન્સેટીવ ઝોન અંગે ગાંધીનગરમાં મહત્વની બેઠક યોજાઈ હતી. વસાવાને મનાવવા માટે ઇકો સેન્સિટિવ ઝોન અંગે સરકાર મોટો નિર્ણય લઈ શકે છે.

સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, મનસુખભાઇ વસાવા અમારા સિનિયર સાંસદ છે. એમને રાજીનામુ નથી આપ્યું, એમને રાજીનામુ આપીશ એવું જણાવ્યું છે. એમની સાથે મુખ્યમંત્રી સાથે બેસીને ચર્ચા કરી છે. એમના મુદ્દાનું નિરાકરણ આવી જશે. એમના વિસ્તારની જમીન છે, જેને ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કર્યો છે. કેટલાક લોકો ભ્રમ ફેલાવી રહ્યા છે, એમનો ભ્રમ દૂર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એમની ફરજ છે લોકો માટે લડવાની એ લડી રહ્યા છે. પાર્ટી એમની સાથે છે.

આ અંગે મીડિયા સાથે સાંસદ મનસુખ વસાવાએ વાત કરતાં જણાવ્યું હતું કે મારે વન મંત્રી અને મુખ્યમંત્રી સાથે વાતચિત થયા પછી રાજીનામું પાછું ખેંચવાનો નિર્ણય લીધો છે. જ્યારે મેં મારા સ્વાસ્થ્ય અંગેની રજૂઆત કરી ત્યારે તેમણે મને જણાવ્યું હતું કે સાંસદ તરીકે તમારા સ્વાસ્થ્યની કંઈ પણ તકલીફ થશે તો તેનો ખર્ચ સરકાર ઉઠાવશે. અને સ્વાસ્થ્યને કારણે તમે તમારા લોકસભા વિસ્તારમાં પ્રવાસ ન કહી શકો તેમ હોય તો ભરૂચ-નર્મદા જિલ્લાના ભાજપના કાર્યકર્તાઓ તમને મદદરૂપ થશે. તમારું માર્ગદર્શન પાર્ટી ને મળવું જોઈએ. પાર્ટીને તમારી જરૂર છે તમારે રાજીનામું આપવાનું નથી .અને તમે એમપીતરીકે ચાલુ રહો .તમારા જે પણ કોઈ નાના-મોટા પ્રશ્નો હશે તેનો ઉકેલ આવી જશે .એવી ખાતરી આપતા સરકારનું માn રાખીને મનસુખભાઈએ આજે પોતાનું રાજીનામું પાછું ખેંચી લીધું હતું. આને મનસુખભાઈએ એમ પણ જણાવ્યું હતું કે પાર્ટી સાથે મારે કોઈ વાદવિવાદ કે વિખવાદ નથી. પાર્ટી મારા તમામ પ્રશ્નોનો ઉકેલ લાવેવે છે મારી રજૂઆતો સાંભળી જ છે .પ્રશ્ન માત્ર મારા સ્વાસ્થ્ય અને તબિયતનો હતો. મારી તબિયત છેલ્લા પાંચછ મહિનાથી સારી રહેતી નથી. મને મણકાની તકલીફ છે જેને કારણે મારા મગજ ઉપર તેની અસર થાય છે. મારે મારા લોકસભા મતવિસ્તારમાં લાંબો પ્રવાસ કરવાનો હોય છે ત્યારે શારીરિક તકલીફને કારણે મારે આ પ્રવાસ કરવો મુશ્કેલ પડે છે. તેથી મને મારા વૈધ્યે પણ ના પાડી હતીકે તમે તમારું સ્વાસ્થ્ય જાળવો. એટલા માટે જ મેં તારી તબિયતનું કારણ જણાવીને રાજીનામું આપ્યું હતું. પણ સરકારે તેનો ઉકેલ લાવ્યા છે. અને એમણે જણાવ્યું છે મારી તબિયત અંગે નો ખર્ચ સરકાર ઉઠાવશે. અને પ્રવાસમાં તમને ભાજપના કાર્યકર્તાઓ મદદરૂપ થશે .આગામી ચૂંટણીઓમાં પણ હું પાર્ટીની સાથે રહીશ. પાર્ટીની સાથે રહીને કામ કરીશ. અને સરકારની વિચારધારા અને યોજનાઓને લોકો સુધી પહોંચાડીશ.

આ અંગે વનમંત્રી ગણપત વસાવાએ પણ કહ્યું હતું કે મુખ્યમંત્રીશ્રી સાથે વાત થયા પછી પાર્ટીની તેમને જરૂર હોવાથી તેમને રાજીનામું ના આપવા જણાવેલ. અને તેમના સ્વાસ્થ્ય અંગે પ્રવાસ અંગે મદદરૂપ થવા જણાવતા અને પોતાનું રાજીનામું પાછું ખેંચી લીધું છે .આમ ૨૪ કલાકના રાજકીય અટકળો નોઅંત આવ્યો હતો. જેનાથી ભરુચ નર્મદાનાં ભાજપા છાવણીમા આનંદ ની લાગણી છવાઈ હતી

તસવીર: જયોતિ જગતાપ, રાજપીપળા