રાજપીપળા શહેર માટે રૂપિયા 17.77 કરોડની ભૂગર્ભ ગટર લાઇનનું ખાતમુહૂર્ત કરાયું.
રાજપીપળા,તા.30
નર્મદા જિલ્લાની એકમાત્ર રાજપીપળા નગરમાં આજે પણ ખુલ્લી ગટર લાઈનો છે જેને ભૂગર્ભ ગટર લાઈન માં ફેરવવા રાજ્ય સરકાર દ્વારા 17.77 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે રાજપીપળાની ભૌગોલિક પરિસ્થિતીને જોતા બે થી ત્રણ ભાગોમાં આ ભૂગર્ભ જળને વિભાજન કરી એક મુખ્ય લઈને આપી આખા શહેરને આવરી લે એવી વ્યવસ્થા કરવામાં આવે એવી વ્યવસ્થા કરવા મધ્યસ્થ વિસ્તાર રાજેન્દ્રનગર સોસાયટી માંથી આ ભૂગર્ભ ગટર લાઇનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.જેમાં પાલિકા પ્રમુખ જીગીસા ભટ્ટ,ઉપપ્રમુખ પદ સપના વસાવા, પૂર્વ પ્રમુખ સંદીપ દશાંદી, શહેર પ્રમુખ રમણસિંહ રાઠોડ, મંત્રી અજીત પરીખ,રાજુભાઈ પટેલ સદસ્ય પ્રતીક્ષા પટેલ,નીતાબેન પંડ્યા, હેમરાજસિંહ સહિત આગેવાનો હાજર રહીને ભૂગર્ભ ગટરનું નું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું.
રિપોર્ટ : જયોતિ જગતાપ, રાજપીપળા