સેલ્ફ ફાઇનાન્સ યોજના હેઠળ જુનિયર ડિવિઝન / જુનિયર વિંગ કેડેટ્સ માટે વધારાની 3721 જગ્યાઓ ફાળવવામાં આવી

સેલ્ફ ફાઇનાન્સ યોજના હેઠળ જુનિયર ડિવિઝન / જુનિયર વિંગ કેડેટ્સ માટે વધારાની 3721 જગ્યાઓ ફાળવવામાં આવી

અમદાવાદ: ભારત સરકારે જુનિયર ડિવિઝન/ જુનિયર વિંગ કેડેટ્સ માટે સંપૂર્ણ સેલ્ફ ફાઇનાન્સ યોજના હેઠળ ગુજરાત નિદેશાલય માટે વધારાની 3721 જગ્યાની ફાળવણી કરી છે. આનાથી ખાનગી શાળાઓના એવા તમામ વિદ્યાર્થીઓને લાભ થશે જેઓ મર્યાદિત બેઠકોના કારણે NCCમાં જોડાવાની પ્રતીક્ષામાં છે. આ જગ્યાઓની વિવિધ યુનિટ્સમાં રસ ધરાવતી શાળાઓમાં વહેંચણી કરવામાં આવશે. આ કેડેટ્સને સ્ટ્રક્ચર્ડ મિલિટરી તાલીમ આપવામાં આવશે અને તેઓ શિબિર, વિવિધ સાહસપૂર્ણ પ્રવૃત્તિઓ અને સૌથી પ્રતિષ્ઠિત એવી નવી દિલ્હી ખાતે યોજાતી પ્રજાસત્તાક દિવસ શિબિરમાં પણ ભાગ લઇ શકશે. આ કેડેટ્સ શાળાઓમાં તેમની NCCની તેમની તાલીમ પૂરી કર્યા પછી ‘A’ અને ‘B’ પ્રમાણપત્ર માટે પાત્રતા ધરાવશે અને તેનાથી સશસ્ત્ર દળોમાં જોડાવામાં પણ તેમને મદદ મળી રહેશે. ગુજરાત NCC નિદેશાલયના અધિક મહાનિદેશક મેજર જનરલ અરવિંદ કપૂરે કહ્યું હતું કે, ખાનગી શાળાઓ માટે આ પરિવર્તનકારી નિર્ણય છે. આ બેઠકો લેવામાં રસ ધરાવતી તમામ શાળાઓ તેમની નજીકના NCC યુનિટનો સંપર્ક કરી શકે છે.