સરકારે આધાર સંબંધિત તમામ સેવાઓ પોસ્ટમેન દ્વારા લોકોના ઘર સુધી પહોંચાડવાનો નિર્ણય કર્યો છે. જેના માટે UIDAI પોસ્ટમેનને તાલીમ આપી રહ્યું છે. પોસ્ટ વિભાગના કર્મચારીઓને આધાર સંબંધિત કામ કરવા માટે લેપટોપ, બાયોમેટ્રિક સ્કેનર જેવા સાધનો આપવામાં આવશે, જેથી તેઓ આધાર ડેટાબેઝમાં લોકોની એન્ટ્રી કરી શકે. UIDAIએ કોમન સર્વિસ સેન્ટર સાથે કામ કરતા 13,000 બેંકિંગ કોરોસ્પોન્ડન્ટ્સને જોડવાનું આયોજન કર્યું છે.