બ્રેકિંગ ન્યૂજ઼ નર્મદા:
‘લવ જેહાદ’ મુદ્દે ભાજપના સાંસદ મનસુખ વસાવા
ને વિદેશથી મળી ધમકી
લંડન, ગુજરાત, યુપી થી ફોન પર મળી હતી ધમકી
સાંસદ મનસુખ વસાવાએ ભરુચ એસપી ને નંબરો આપ્યા
ગ્રુહ મંત્રી ને પણ કરશે રજૂઆત
મનસુખ વસાવાએ મુખ્યમંત્રી ને પત્ર લખી આકાયદો બનાવવા સૌ પ્રથમ લેખિત રજૂઆતકરી હતી.
રાજપીપળા: તા 30
ઉત્તર પ્રદેશની જેમ ગુજરાતમાં પણ રાજ્ય સરકાર ‘લવ જેહાદ’નો કાયદો લાવે તેવી ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવાએ મુખ્ય મંત્રી ને પત્ર લખી આ. કાયદો બનાવવા સૌ પ્રથમ સાંસદ મનસુખ વસાવાએકરી હતી. હવે આ મુદ્દે તેમને વિદેશથીફોન પર ધમકી મળી છે. તેબાબતે મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે“ગુજરાતમાં પણ ‘લવ જેહાદ’નો કાયદો બનવો જોઈએ. જેથી કોઈ હિંદુ યુવતી ‘લવ જેહાદ’ જેવા ષડ્યંત્રનો ભોગ ન બની શકે. વિદેશી તાકાતોના ઈશારે કેટલાક મુસ્લિમ યુવાનો દ્વારા દેશની હિંદુ યુવતિઓને ફસાવવાનું ષડ્યંત્ર આખા દેશમાં ચાલી રહ્યું છે.
મારી પાસે એવા પણ દાખલા છે કે, કોઈ હિંદુ યુવતી નાની-મોટી નોકરી કરતી હોય તો એની મજબૂરીનો ફાયદો ઉઠાવી એને પોતાના સકંજામાં લેતા હોય છે. 2-3 પત્ની ધરાવતા કેટલાક મુસ્લિમ યુવાનો હિંદુ યુવતીઓને ફસાવી મુસ્લિમ ધર્મ પણ અંગીકાર કરાવે છે.
હું કોઈ ધર્મનો વિરોધી નથી પણ આવી બાબતોનો વિરોધી છું. હિંદુ છોકરીને કેવી રીતે સકંજામાં લેવી એ માટે ‘લવ જેહાદ’ની તાલીમ અપાય છે, તાલીમબદ્ધ મુસ્લિમ યુવાનો જ આમ કરતા હોય છે.”
ભાજપ સાંસદ મનસુખ વસાવાએ ‘લવ જેહાદ’નો આ મુદ્દો ઉઠાવતા ખળભળાટ મચ્યો હતો. બીજી તરફ ભાજપના જ લઘુમતી મોરચાના કાર્યકરોમાં પણ રોષ ફેલાયો હતો. હવે ભાજપ સાંસદ મનસુખ વસાવાને ‘લવ જેહાદ’ના મુદ્દે વિદેશમાંથી અને ગુજરાતમાંથી અમુક સંગઠનો દ્વારા ધમકીઓ મળી હોવાનું જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ મનસુખ વસાવાએ આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રો બાબતે ચારણ, ભરવાડ સમાજ પર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા.દરમિયાન એમને ફોન પર ધમકી મળી હતી, જો કે પોલીસે ધમકી આપનાર લોકોને પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.
‘લવ જેહાદ’ મામલે ધમકી મળી છે કે કેમ? એ મામલે ભાજપ સાંસદ મનસુખ વસાવાએ ટેલિફોનિક વાત ચિતમાં જણાવ્યું હતું કે હાં લવ જેહાદ મુદ્દે મને વિદેશ માંથી 2 વખત અને ગુજરાતમાંથી મુસ્લિમ સંગઠનોનો પણ ફોન પર ધમકી મળી હતી.
મનસુખ વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે, ‘લવ જેહાદ’નો મુદ્દો મેં મુસ્લિમ સમાજ વિરોધની વાત હિંદુ-મુસ્લિમ વચ્ચે અંતર દૂર થાય એ માટે મેં મુદ્દો ઉઠાવ્યો હતો, હિંદુ સમાજની મેં લાગણી રજૂ કરી હતી.મેં આ ધમકી મુદ્દે નર્મદા અને ભરૂચ પોલીસને જાણ કરી છે અને એ નંબર પણ આપ્યા છે.
આ બાબતે પોલીસ પણ એક્શન મા આવી ગઈ છે અને ફોન નંબરો પરથી તપાસ હાથ ધરી છે જોકે આ અંગે પોતેગ્રૂહ મંત્રી ને પણ રજૂઆત કરશે એમ જણાવ્યુ હતુ.
તસવીર: જયોતિ જગતાપ,રાજપીપળા