રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે સલૂન અને બ્યુટી પાર્લરમાં 50 ટકાની ક્ષમતામાં જ ગ્રાહકોને પ્રવેશ આપવાની ગાઈડલાઈન લાગુ કરવામાં આવી.

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે . રાજ્યમાં એક જ દિવસમાં 1000 થી પણ વધુ કેસ નોંધાયા છે ત્યારે કોરોનાના કેસો અટકાવવા કડક પ્રતિબંધો મૂકવામાં આવી રહ્યા છે . સરકારી કચેરીઓમાં વેક્સિનના બંને ડોઝ લેનારને જ પ્રવેશ અપાઈ રહ્યો છે ત્યારે હેર સલૂન અને બ્યુટી પાર્લરમાં 50 ટકાની ક્ષમતામાં જ ગ્રાહકોને પ્રવેશ આપવાની ગાઈડલાઈન લાગુ કરવામાં આવી છે .