લોક ડાઉનમા રાજપીપળા ખાતે
કાછીયા સમાજે
સમાજ નાં બાળકો નાં શિક્ષણ ની ચિંતા કરી
કાછીયા સમાજે
સમાજનાં બાળકોને
દ્વારા સમાજના વિધાર્થીઓને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે
પાયા નું શિક્ષણ માટે
ગણિત,વિજ્ઞાન ,અંગ્રેજી હિન્દી ગણન , વાંચન અને લેખન નું ખાસ શિક્ષણ આપી રહ્યા છે
રાજપીપળા, તા 26
લોક ડાઉનમા રાજપીપળા ખાતે
કાછીયા સમાજે
સમાજ નાં બાળકો નાં શિક્ષણ ની ચિંતા કરીછે
કાછીયા જ્ઞાતિ સમાજ ના બાળકો નું શિક્ષણ ન બગડે માટે ઘર આંગણે શિક્ષણ ની વ્યવસ્થા આજે લોકડાઉન બાદ સરકારે ભલે અનલોક કર્યું પરંતુ આજે પણ શાળા કોલેજો શરૂ કરી નથી જે માટે વિધાર્થીઓ ને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે પરંતુ નાના જે 5 થી 8 ધોરણ ના વિધાર્થીઓ હોઈ એમને ઓનલાઈન ભણતર માં ધ્યાન હોતું નથી અને એમનું શિક્ષણ બગડી રહ્યું છે .આ 5 થી 8 ધોરણ નું શિક્ષણ એ પાયા નું શિક્ષણ ગણવામાં આવે છે જે શિક્ષણ ને વિધાર્થી ઓને સારું શિક્ષણ મળી રહે અને શિક્ષણ માં પાયો વધે માટે કાછીયા સમાજ દ્વારા સમાજ ના વિધાર્થી ઓને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે આજે સાથે કોવિદ 19 ની ગાઈડાઈન નું ચુસ્ત પાલન પણ કરવામાં આવી રહ્યું છે આજે છેલ્લા 9 મહિના થી આમપણ ઘરે રહી વિધાર્થીઓ મોબાઈલ માં વ્યસ્ત અને ભણવામાં ઓછું ધ્યાન હોઈ એવા સમય માં સમાજ ના શિક્ષકો દ્વારા આજે આ જ્ઞાન સાથે ગમમત પણ મળી રહે એવો પ્રયાસ કરવા થી આજે કાછીયા સમાજ ના બાળકો પણ મોટી સંખ્યા માં શિક્ષણ મેળવી રહ્યા છે. આ શિક્ષણ નું આયોજન કાછીયા પટેલ કેળવણી મંડળ તથા કાછીયા પટેલ જ્ઞાતિ પંચ દ્વારા કરવામાં આવી રહ્યું છે આ વિધાર્થીઓ ને જે પાયા નું શિક્ષણ જેવું મેં ગણિત,વિજ્ઞાન ,અંગ્રેજી હિન્દી ગણન , વાંચન અને લેખન નું ખાસ શિક્ષણ આપી રહ્યા છે જે માટે
આ બાબતે ખાસ રાજપીપલા કાછીયા સમાજ કેળવણી મંડળ ના પ્રમુખ કુમુદચંદ્ર તથા મંત્રી ચેતન પટેલ અને પૂર્વ શિક્ષણ અધિકારી મહેશભાઈ દલાલ તથા કાછીયા જ્ઞાતિ પંચ પ્રમુખ ધર્મેન્દ્ર પટેલ અને મંત્રી હિતેશ પટેલ દ્વારા ખાસ આ વિધાર્થીઓ ને શિક્ષણ પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે
તસવીર: જયોતિ જગતાપ,રાજપીપળા