ભરુચ નર્મદાના ઉચ્ચ શિક્ષણ માટે વિદેશમાં અભ્યાસ કરતા વિધ્યાર્થીઓને શૈક્ષણિક લોનનો સરકાર દ્વારા ચુક્વવાનો થતા બાકી રહેલ બીજો તથા ત્રીજો હપ્તો ચુકવવા માંરાદ મનસુખભાઇ વસાવાએ નાયબ મુખ્યમંત્રીને પત્ર લખતા પડઘો ત્રીજોહપ્તાના નાણા ચુકવાયા

ભરુચ નર્મદાના ઉચ્ચ શિક્ષણ માટે વિદેશમાં અભ્યાસ કરતા વિધ્યાર્થીઓને શૈક્ષણિક લોનનો સરકાર દ્વારા
ચુક્વવાનો થતા બાકી રહેલ બીજો તથા ત્રીજો હપ્તો ચુકવવા માંરાદ મનસુખભાઇ વસાવાએ નાયબ મુખ્યમંત્રીને
પત્ર લખતા પડઘો
ત્રીજોહપ્તાના નાણા ચુકવાયા

રાજપીપળા,તા.૨૬

ભરુચ લોકસભા મત વિસ્તારમાં આવેલા ભરુચ નર્મદા જિલ્લાના ઉચ્ચ શિક્ષણ માટે વિદેશમાં અભ્યાસ કરતા
વિધ્યાર્થીઓને શૈક્ષણિક લોનનો સરકાર દ્વારા ચુકવવાનો થતો બાકી હપ્તો ઘણા વખતથી ચુકવાયો ના હોવાથી
આવા વિધ્યાર્થીઓ જેમની લોન મંજૂર થયા પછી માત્ર એક જ હપ્તો ચુકવાયો હતો. અને ઘણા વખતથી બીજો તથા
ત્રીજો હપ્તો ના ચુકવાતા આવા ઘણા વિધ્યાર્થીઓ આર્થીક મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા આવા વિધ્યાર્થીઓ
મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને ભરુચના સાંસદ મનસુખભાઇ વસાવાએ નાયબ મુખ્યમંત્રીને પત્ર લખી તાત્કાલીક
ધોરણે બીજો તથા ત્રીજો હપ્તો ચુકવવા લેખિત રજુઆત કરતા આ નાણા ચુકવાયા હતા.પત્રમાં સાંસદ
મનસુખભાઇએ જણાવ્યુ હતુ કે રાષ્ટ્રીય અલ્પસંખ્યક વિકાસ અને નાણા નિગમ નિયામક નવી દિલ્હી તથા ગુજરાત
સરકાર ગાંધીનગરનાનિગમ નિયામક મંડળના ઠરાવ દ્વારા કોલેજ ના પ્રવેશ વખતે વાર્ષીકના ધોરણ મુજબ દેશમાં
અભ્યાસ કરતા વિધ્યાર્થીઓને ટેકનિકલ વ્યવસાયલક્ષી સ્તાનક તથા અનુસ્નાતકોમા વાર્ષીક મહતમ
રૂ.૧૫૦૦૦૦/- તેમજ એમબીબીએસમાં અભ્યાસ કરતા વિધ્યાર્થી મહતમ રૂ. ૨૫૦૦૦૦/- ત્યારે વિદેશમાં
અભ્યાસ કરતા હોય તેવા વિધ્યાર્થીઓને વાર્ષીક મહતમ રૂ. ૩૦૦૦૦૦/- આ બંને ૨કમાથી ઓછી હોય તે વાર્ષીક
રકમ ચુકવવાનું ઠરાવેલ છે. તેથી ગુજરાતના ઘણા બધા વિધ્યાર્થીઓએ કોલેજ વખતે વાર્ષીક ફી ના ધોરણ મુજબ
દેશમાં અભ્યાસ કરતા વિધ્યાર્થીઓને ટેમિકલ વ્યવસાયલક્ષી સ્નાતક તથા અનુસ્નાતકોમા તેમજ એમબીબીએસ
મા અભ્યાસ કરતા વિધ્યાર્થીઓ તથા વિદેશમાં અભ્યાસ કરતા હોય, તેવા વિધ્યાર્થીઓએ ગુજરાત અલ્પસંખ્યક
નાણા અને વિકાસ નિગમ લિમિટેડ, ગુજરાત રાજય ગાંધીનગર દ્વારા નિગમ અમલીત સીધા ધિરાણની રીક્ષણિક
યોજના હેઠળ અરજી કરેલ હતી, જેમાઘણા બધા વિધ્યાર્થીઓની લોન મંજુર કરવામાં આવેલી.
પરંતુ મારા લોકસભા મતવિસ્તારના તથા ગુજરાત રાજયના ઘણા બધા વિધ્યાર્થીઓને ગુજરાત અલ્પસંખ્યક નાણા
અને વિકાસ નિગમ તરફથી લોન મંજૂર કરી પ્રથમ હપ્તો ચુકવવામાં આવ્યો હતો. ત્યારબાદબીજો તથા ત્રીજો હપ્તો
આજદીન સુધી આવિધ્યાર્થીઓને મળેલ નથી તેના કારણે ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં
ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેની મારી નમ્ર વિનંતી છે કે જે વિધ્યાર્થીઓની લોનમંજૂર થઈ હોય
અને પ્રથમ હપ્તો ચુકવવામાં આવ્યો હોય તેવા વિધ્યાર્થીઓને શૈક્ષણિક લોનનો બીજો તથા ત્રીજો હપ્તો વહેલામાં
વહેલી તકે મળી રહે તેવી વ્યવસ્થા કરવા લેખિત રજૂઆત કરતા ત્રીજા હપ્તાના નાણા ચુકવાયા હતા.

તસવીર:જયોતિ જગતાપ,રાજપીપળા