રાજપીપલા ખાતે પણ કિસાન કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત પ્રધાન મંત્રી ના કાર્યક્રમ નું જીવંત પ્રસારણ નિહાલ્યુ

રાજપીપલા ખાતે પણ કિસાન કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત પ્રધાન મંત્રી ના કાર્યક્રમ નું જીવંત પ્રસારણ નિહાલ્યુ

સાંસદ જશવન્તસિંહજી ભાભોર ની ઉપસ્થિતિમાં કાર્યક્રમ ને ખુલ્લો મુક્યો

નાંદોદ તાલુકાના 40 લાભાર્થીઓ ને અલગ અલગ યોજનાઓ હેઠળ ના મન્જુરી હુકમો તથા અલગ અલગ કીટ વિતરણ કરવામાં આવ્યું
રાજપીપળા તા 25

રાજપીપલા ખાતે કિસાન કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત પ્રધાન મંત્રી ના કાર્યક્રમ નું જીવંત પ્રસારણ નિહાલ્યુ હતુ
સાંસદ જશવન્તસિંહજી ભાભોર ની ઉપસ્થિતિમાં કાર્યક્રમ ને ખુલ્લો મુક્યો હતો
અને પ્રધાન મંત્રીના ભારતભર ના ખેડૂતો સાથેની વાતચીત બાદ તેમના સંબોધન ને જિલ્લાભરના કિસાનો દ્વારા સાંભળવામાં આવ્યું ત્યાર બાદ જિલ્લા ના કૃષિ લાભાર્થીઓ પૈકી નાંદોદ તાલુકાના 40 લાભાર્થીઓ ને અલગ અલગ યોજનાઓ હેઠળ ના મન્જુરી હુકમો તથા અલગ અલગ કીટ વિતરણ કરવામાં આવ્યું અને કિસાન પરિવહન યોજના અંતર્ગત ના લાભાર્થીઓ ના વાહન ને લીલી ઝંડી આપી સાંસદ જશવન્તસિંહ ભાભોર એ પ્રસ્થાન કરાવ્યું .સાંસદ જશવન્તસિંહજી એ તેમના પ્રવચન માં જણાવ્યું કે ગુજરાત ના ઇતિહાસ માં પ્રથમ વખત ખેડૂતોમાટે આટલી મોટી યોજનાઓ આવી છે જે કિસાન નો નીઆવક ને 2022 માં ડબલ કરવા માં ખુબજ ઉપયોગી છે તેમ જણાવ્યુ હતુ

તસવીર: જયોતિ જગતાપરાજપીપળા