આજે પોપ્યુલર મોડમાં રહેલી વાત યાદ કરવી છે. સૌથી મોટું સત્ય એ છે કે, માણસને સફળતા માત્ર તેનામાં રહેલો ઉત્સાહ જ અપાવી શકે છે…

આજે પોપ્યુલર મોડમાં રહેલી વાત યાદ કરવી છે. સૌથી મોટું સત્ય એ છે કે, માણસને સફળતા માત્ર તેનામાં રહેલો ઉત્સાહ જ અપાવી શકે છે…
દરેક ભારતીય વહુઓ માટે સાસુનો ટ્રેડમાર્ક ખાલી “લલિતા પવાર” નામને જ અપાય છે, સાસુને કે ન ગમતી મહીલાને લલિતા પવાર કહેવાની ફેશન હતી, છે અને રહેશે. ક્યારેક તો લલિતાબહેનના સંઘર્ષને યાદ કરવો જોઈએ….
વર્ષ 1916માં નાસિકના પૈસાદાર ફેમિલીમાં લલિતા લક્ષ્મણરાવ સગૂનનો જન્મ થયો. અગિયાર વર્ષે તેનામાં રહેલી પ્રતિભાને કારણે બાળકલાકાર તરીકે નવો જન્મ પામી અને કદાચ વિદેશી લોલિતા પરથી નવું નામ મળ્યું : લલિતા…
1927માં શરૂ થયેલી ફિલ્મી યાત્રા છેક 1997 સુધી ચાલી. સુનિલ શેટ્ટી, સોનાલી બેન્દ્રે અને પૂજા બત્રે ફેમ ‘ભાઇ’ નામની છેલ્લી ફિલ્મમાં ઓમ પૂરીના માતાનો રોલ કરવા સાથે પૂરી થઈ…. સળંગ સિત્તેર વર્ષ પડદા પર લલિતાબહેન રહ્યા….
મૂંગી ફિલ્મો, બોલતી ફિલ્મો, બ્લેક એન્ડ વ્હાઇટ, કલર ફિલ્મો, ક્લાસિક ફિલ્મો, રાજ દેવ કે દિલીપકુમારનો યુગ, રાજેશ ખન્નાનો યુગ, અમિતાભથી માંડી છેક આમીર અક્ષયના યુગ સુધીની લાંબી યાત્રા…..
રાજેશ ખન્ના-અમિતાભની આનંદ ફિલ્મની બહારથી કડક પણ રડાવી દે એવી પ્રેમાળ નર્સ ડિસોઝા…જે એ યુગની નર્સ માટે આઇડિયલ રોલ હતો…
1930 પછી બોલતી ફિલ્મોનો યુગ શરૂ થયો. મસ્તીખોર માશૂક, જલતા જીગર, પ્યારી કટાર, કાતિલ કટાર જેવી ફિલ્મોમાં ભૂમિકા ભજવતા હિમ્મતે મર્દામાં ગીત પણ ગાયું… સુંદર અભિનેત્રી, સારી ગાયિકા અને સજ્જન ઇમેજ ધરાવતી લલિતાને મધ્યાનયૂગે નજર લાગી….
અમિતાભ બચ્ચન જેવા મહાન કલાકાર ડાન્સ માટે ભગવાન દાદાની નકલ કરતાં, ભગવાન દાદાએ એક ફિલ્મના શૂટિંગમાં લલિતા પવારને જોરથી થપ્પડ મારી. લલિતાબહેનના કાનમાંથી લોહી નીકળતા તત્કાલ મેડિકલ સહાય આપી પણ ડોક્ટરની ભૂલને કારણે ડાબી આંખ પર અસર થઈ અને ડાબું અંગ લકવાગ્રસ્ત થયું.
એક સમયે સુંદર અને કમનીય કહી શકાય એવી લલિતા પવારનો દેખાવ બદલાઈ ગયો. ડાબી આંખ લકવાગ્રસ્ત બની. તેમને કામ મળવાનું બંધ થતાં યુવાન કહી શકાય એવી બત્રીસ તેત્રીસ વર્ષની વયે ચરિત્ર અભિનેત્રી બન્યા અને થોડા સમય પછી વિલન….ખરાબ થયેલી આંખનો ઉપયોગ કરી લલિતા પવાર બ્રાન્ડ બનાવી….મોટિવેશન વાળાઓ…યાદ રાખજો, કામ લાગશે….
આઝાદીના એક વર્ષ પછી ગૃહસ્થી નામની સુપરડુપર હીટ ફિલ્મમાં પહેલીવાર વિલનનો રોલ કર્યો અને સમયનો ભોગ બનેલા લલિતાબહેને વિલન તરીકે જબરદસ્ત બ્રાન્ડ બનાવી.
રેસ્ટ ઇઝ ધ હીસ્ટરી….લવ યુ પ્રેરણાદેવી લલિતાજી…❤️
ગણપતરાવ પવાર સાથે લગ્ન થયું પણ ટક્યું નહીં. રાજકુમાર ગુપ્તા નામના સજ્જન સાથે લગ્ન કર્યું, એક પુત્રના માતા બન્યા.
નકારાત્મક રોલમાં ડિમાન્ડ વધી, બેસ્ટ પર્ફોર્મન્સ આપતાં ગયાં અને આખા ભારતમાં અત્યાચારી સાસુ માટે પર્યાય નામ બની ગયાં….
બાકી હતું તે એંસીના દાયકાની રામાયણની મંથરાએ કસર પૂરી કરી…
હનુમાનજીનો રોલ દારાસિંગ જ કરી શકે તો મંથરા માટે એક જ બ્રાન્ડ ચાલે….ઓન્લી લલિતા…
તેમની સાથે બિંદુથી શશિકલા સુધી નકારાત્મક કેરેક્ટરની પાર્ટનરશીપ કરી હશે પણ સબ વિલન કી ‘માં’ તો લલિતા પવાર જ….
બ્રાન્ડ મેનેજમેન્ટ, સમર્પિત જીવન, સંઘર્ષોનો સામનો, આફતમાં અવસર… જે કહો તે, બાકી હકીકત એટલી જ કે, લલિતા પવાર સુપર રોલમોડેલ છે….

લેખન અને સંકલન
Deval Shastri🌹