રાજકોટ સહિત દેશના 50 શહેરોમાં ફાઈવ-જી સેવા શરૂ: કેન્દ્ર.

દેશમાં ફાઈવ-જી સેવાનો તબકકાવાર પ્રારંભ થઈ રહ્યો છે તે સમયે સરકારે લોકસભામાં જણાવ્યું હતું કે 14 રાજયોના 50 શહેરો અને કેન્દ્ર શાસીત પ્રદેશોમાં ફાઈવ-જી સેવા શરુ થઈ ગઈ છે જેમાં ગુજરાતના રાજકોટ સહિત 33 શહેરોનો સમાવેશ થાય છે જયારે મહારાષ્ટ્રના બે તથા પશ્ર્ચિમ બંગાળ અને ઉતરપ્રદેશના બે-બે શહેરોનો સમાવેશ થાય છે. અગાઉ દિલ્હી-મુંબઈ-કોલકતા સહિતના શહેરોમાં ફાઈવ-જી સેવા શરુ થઈ હતી.

હવે ગુજરાતના જે શહેરોમાં ફાઈવ-જી સેવા શરુ થઈ છે તેમાં અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, મહેસાણા, રાજકોટ, સુરત, વડોદરા, અમરેલી, બોટાદ, જુનાગઢ, પોરબંદર, વેરાવળ, હિંમતનગર, મોડાસા, પાલનપુર, પાટણ, ભુજ, જામનગર, ખંભાળીયા, મોરબી, વઢવાણ, આહવા, ભરૂચ, નવસારી,રાજપીપળા, વલસાડ, વ્યારા, આણંદ, છોટા ઉદેપુર, દાહોદ, ગોધરા, લુણાવાડા અને નડીયાદનો સમાવેશ થાય છે.