તિલકવાડા તાલુકાના ફતેપુરા અને વજેરીયા ગામ ની વચ્ચે નાળા ઉપર મોટરસાઇકલ સ્લીપ થઇ જતા અકસ્માતમાં એકનું મોત એક ગંભીર.
રાજપીપળા,તા. 24
તિલકવાડા તાલુકાના ફતેપુરા અને વજેરીયા ગામ ની વચ્ચે નાળા ઉપર મોટરસાઇકલ સ્લીપ થઇ જતા અકસ્માતમાં એકનું મોત નીપજ્યું હતું. જ્યારે એકને ગંભીર ઇજા થતા અકસ્માત મોત ગુનાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઇ છે. જેમાં ફરિયાદી જગદીશભાઈ સુખાભાઈ તડવી (રહે, ફતેપુરા વજી )એ આરોપી મેહુલભાઈ જયેન્દ્રભાઈ બારીયા (રહે,ફતેપુરા વજી) સામે કરી છે.
ફરિયાદની વિગત મુજબ ફરિયાદી જગદીશભાઈ તથા મારનારા આરોપી મેહુલભાઈ તેઓની ટીવીએસ કંપની એક્સેસ125 નંબરની મોટરસાયકલ ઉપર બેસીને નમારીયા ગામે જતા હતા. તે વખતે ફતેપુરા નમારીયા ગામની વચ્ચેના ઉપર જતા આ કામના આરોપીએ પોતાના કબજાની મોટરસાયકલ પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી મોટરસાયકલને ખવડાવી દેતા અકસ્માત સર્જાયો હતો.જેમાં જગદીશભાઈને જમણા પગના જંગના ભાગે છાતીના જમણી સાઈડ મુઠ ઈજાઓ પહોંચી હતી. તથા મેહુલભાઈ જયેન્દ્રભાઈ બારીયા (રહે,ફતેપુરા વજી )ને માથાના પાછળના ભાગે તથા ઉપરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર દરમિયાન મેહુલભાઈ નું મોત નીપજયું હતું. તિલકવાડા પોલીસે અકસ્માત મોત ગુનાની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
રિપોર્ટ : જયોતિ જગતાપ, રાજપીપળા