ગાંધીનગરમાં માહિતી કચેરી ખાતે “આતંકવાદ વિરોધી દિવસ” નિમિત્તે આતંકવાદી પ્રવૃત્તિઓનો વિરોધ કરવાના શપથ લેવાયા
ગાંધીનગર, સંજીવ રાજપૂત: સવારે 11.00 કલાકે ગાંધીનગર ખાતે માહિતી નિયામકની કચેરીમાં માહિતી નિયામક કે.એલ.બચાણીની ઉપસ્થિતિમાં કર્મયોગીઓ દ્વારા તા.૨૧ મે, “આતંકવાદ વિરોધી દિવસ” નિમિત્તે દેશમાં આતંકવાદી પ્રવૃત્તિઓનો વિરોધ તેમજ કોઈપણ પ્રકારની હિંસાથી દૂર રહેવાના સામૂહિક રીતે શપથ લેવામાં આવ્યા હતા.