વસંત ઋતુ પછી ચકલીઓને વધુ ખાોરાક જોઈએ. ચકલીઓનાં માળા પરનાં ભૂખ્યા પરિવારને જીવવા માટે પુષ્કળ ખાવાનું જોઈએ. તમારા દ્વારા નાખેલા અનાજનાં દાણાં અમુક પક્ષીઓ માટે જીવન અને મૃત્યુ વચ્ચે મધ્યસ્થીનું કામ કરે છે. માળિયે મૂકેલું ચકલીઓનાં દાણાનું વાસણ અનાજથી ભરીને મૂકો તો તમે તરત થોડાંક સમયમાં જ પક્ષીઓનાં કલરવનો આહ્લાદક અનુભવ કરશો. જો તમને ખબર હોય કે ચકલી એનું ભોજન ક્યાં ક્યાં શોધે છે તો તમે પક્ષીઓનાં સંપર્કમાં જરુર આવી શકો છો.
તેઓને પોતાનાં ચયાપચયની પ્રક્રિયા માટે (metabolism) વિશાળ માત્રામાં ખાદ્ય પદાર્થ જોઈએ.
જેમ જેમ ગ્રીન હૉઉસ ગેસ વધે છે, તેમ તેમ તાપમાન પણ વધે છે. તેનાં લીધે બીજી તકલીફો ઊભી થતી જાય છે. હવામાનનું સંતુલન પણ બગડી જાય છે જેનાં લીધે દરિયાનાં સ્તરમા વધારો, ચક્રવાત , તોફાન , ઉગ્ર ગ્રીષ્મ ૠતુ જેવી કુદરતી આફતોજન્મે છે.
“પક્ષીઓની પાનખર”
ટ્રોપીકલ પક્ષીઓનાં પાંખો બદલવાની ચોક્કસ ઋતુ નથી હોતી. જેમ માણસનાં વાળ અને નખ પ્રોટીન અને કેરાટીનથી બનેલા છે તેમ જ પક્ષીઓની પાંખ પણ તેની જ બનેલી છે. તેથી જ્યારે પાંખોને નુકસાન થાય છે ત્યારે તેને નવા પીંછા દ્વારા બદલવામાં આવે છે. પાંખ બદલવાની ક્રિયાને મોલટીઇંગ (molting) કેહવાય છે.
ચકલીઓ પોતાના પીંછાને ગરમીમાં ખંખેરી નાંખે છે. ઓગસ્ટ આવે ત્યારે વજન વાળા પાંખોથી શરીર ને ગરમ રાખે છે.
ઓગસ્ટમા પાંખોનું વજન 0.9 ગ્રામ હોય છે અને સપ્ટેમ્બરનાં અંત સુધીમાં તે 1.5 ગ્રામ થઈ જાય છે.
“પાંખ બદલવી અને માળો બાંધવો”
બન્ને કામ એક સમય પર નથી થઈ શકતું કારણ કે તે કાર્યોમા ઘણી ખરી ઉર્જા વપરાઈ જાય છે , તેથી તેમનાં માટે સારુ ભોજન અતિ આવશ્યક છે ખાસ કરીને વસંત ઋતુ પછી !
નવી પાંખો માટે ખૂબ ઉર્જા જોઈએ. તેથી ચકલીઓ નવી પાંખો અને માળો બનાવવું એ બન્ને કાર્ય સાથે નથી કરતી.
હવે તમે વિચારી શકો છો કે તેની ખાવાની જરૂરિયાત કેવી રીતે બદલાય છે.
જગત કિનખાબવાલા.